અમદાવાદમાં કોંગ્રેસન CWCની બેઠકને લઈ ચૂંટણીપંચમાં ફરિયાદનું શું થયું જાણો

અમદાવાદના સરદાર સ્મારકમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજવા બદલ ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. ચૂંટણી પંચે આ મામલે ભાજપની ફરિયાદ ફગાવી દીધી છે. સરદાર સ્મારકમાં યોજાયેલી બેઠક આચાર સંહિતાનું ઉલ્લંઘન નથી તેવું ચૂંટણી પંચનું તારણ છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક સરદાર સ્મારકમાં યોજાઈ હતી. રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓએ તેમાં ભાગ લીધો હતો. ત્યારે ભાજપે સરદાર સ્મારકના રાજકીય ઉપયોગનો આરોપ લગાવી કોંગ્રેસ સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter