GSTV

ફોન ચોરાઇ જાય કે ગુમ થઇ જાય તો સૌથી પહેલાં કરી લો આ કામ, નહી તો આવશે પસ્તવાનો વારો

Last Updated on June 11, 2019 by Bansari

આજના સમયમાં એંડ્રોયડ ફોન દરેક વ્યક્તિની જરૂરીયાત બની ચુક્યા છે. લોકોના સામાન્ય કામથી લઈ બેન્કના કામ પણ ફોનની મદદથી ઘરેબેઠાં થઈ જાય છે. આજના સમયમાં ફોન માત્ર એકબીજા સાથે વાત કરવાનું સાધન નથી રહ્યા. ફોનમાં અગત્યના દસ્તાવેજોથી લઈ દરેક જાણકારી રહે છે.

જો આવામાં ફોનની ચોરી થઈ જાય તો પર્સનલ ફોટાથી લઈ દરેક વસ્તુ જોખમમાં મુકાઈ જાય છે.ફોન ગુમ થઈ જાય તો શું કરવું તે જાણકારી હોવી પણ જરૂરી છે.

સૌથી પહેલાં કરો આ કામ

ફોન ગુમ થઈ જાય તો તેમાં રહેલો પર્સનલ ડેટા કેવી રીતે સેવ કરવો તે કામ કરવામાં ગૂગલ મદદ કરી શકે છે.મદદથી તમે ગુમ થયેલો ફોન લોક કરી શકો છો અને તેમાં રહેલો ડેટા ડિલીટ કરી શકો છો. ફોન ચોરી થઈ જાય તો સૌથી પહેલા ઈંટરનેટ કનેકશન હોય તેવા સ્માર્ટફોન કે કોમ્યૂટરની મદદથી વેબ બ્રાઉઝરમાં જઈ એન્ડ્રોયડ ફોન ટાઈપ કરો. ત્યાં ફાઈન્ડ માય ફોન લખી અને ગૂગલ અકાઉન્ટમાં સાઈન ઈન કરો. તેમાં તમને ફોનનું છેલ્લું લોકેશન જોવા મળશે.

આ છે ઓપ્શન્સ

ફોન પર રિંગ કરવા માટે અહીંથી તમે પ્લે સાઉન્ડનો વિકલ્પ પસંદ કરી શકો છો. આ વિકલ્પ પસંદ કરવાથી ફોન સાયલન્ટમાં હશે તો પણ  5 મિનિટ સુધી અવાજ સાથે ફોનમાં રિંગ સંભળાશે. જો કે ફોન વિશે વધારે કંઈ જાણકારી ન મળે તો enable lock & erase વિકલ્પ પર ક્લિક કરો. આ વિકલ્પથી ફોનમાં પિન, પૈટર્ન અથવા પાસવર્ડથી લોક કરી શકો છો. આ ઉપરાંત ફોનમાંથી અગત્યની વિગતો ડિલીટ પણ કરી શકો છો.

Read Also

Related posts

કરદાતાઓ માટે સારા સમાચાર / એડવાન્સ મિલકત વેરો ભર્યો હશે તો AMC આપી રહ્યું છે મોટી રાહત

Pritesh Mehta

હોમ લોનને લઇ SBIની મોટી જાહેરાત, 31 ઓગસ્ટ સુધી મળશે આ સુવિધા: જલદી લાભ ઉઠાવો

Zainul Ansari

સરહદ વિવાદ: રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહાર, એક પણ સરહદ સુરક્ષિત નથી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!