આજકાલ સ્માર્ટફોનમાં કોલ રેકોર્ડિંગ કરવું ખુબ સરળ છે. જોકે ભારતમાં કોઈ વ્યક્તિની મંજૂરી લીધા વગર એ વ્યક્તિનો કોલ રેકોર્ડ કરવું લીગલ નથી. પરંતુ હું તમે જાણો છો આજકાલ એવું પણ થવા લાગ્યું છે કે તમારી મરજી વિરુદ્ધ તમારી મરજી વગર તમારા કોલ્સ રેકોર્ડ કરી શકે છે. જેની તમને જાણકારી પણ ન હોય. જો કે આનાથી પરેશાન થવાની જરૂરત નથી. એમ તમારા માટે કેટલીક ટિપ્સ લાવ્યા છે, જેનાથી તમે જાણી શકો છો કે તમારો કોલ રેકોર્ડિંગ થઇ રહ્યો છે કે નહિ.
એક વાત જણાવી દઈએ કે સરકારી એજન્સીઓ કોલ્સ રેકોર્ડ કરે છે એની જાણકારી મેળવવી સંભવ નથી. કારણ કે સરકારી એજન્સીઓ ટેલિકોમ કંપનીઓ દ્વારા જ કોલ્સ રેકોર્ડ કરે છે. પરંતુ સરકારી એજન્સીઓ ઉપરાંત જો કોઈ તમારો કોલ રેકોર્ડ કરે છે તો એની જાણકરી તમે મેળવી શકો છો.
વારંવાર ફોન ઓવરહિટિંગ થવો

જો તમારો ફોન વારંવાર ઓવરહિટિંગ થઇ રહ્યો છે તો સતર્ક થઇ જાઓ. કારણ કે ઘણી વખત ફોન ઓવરહિટિંગ દ્વારા કોલ રેકોર્ડિંગ થઇ જાય છે. કારણ કે તમારા ફોનમાં એ પ્રકારના સોફ્ટવેર ઇન્સટોલ થઇ શકે છે, જેનાથી કોલ રેકોર્ડિંગ બીજી જગ્યાએ પણ મોકલી શકાય છે. એ જ કારણ છે કે તમારો ફોન ઓવરહિટિંગ થવા લાગે છે. જો એવું છે તો તાત્કાલિક પોતાના ફોનને ચેક કરી તે સોફ્ટવેર અનઇન્સ્ટોલ કરી દેવો.
મોબાઈલ યુઝ કર્યા વગર એક્ટિવેટ થવું
જો તમે મોબાઈલ યુઝ નથી કરી રહ્યા, જયારે તમારા ફોનમાં કોઈ પ્રકારની નોટિફિકેશન પણ નથી આવતી. છતાં પણ તમારા ફોનની સ્કિન ઓન થઇ જાય અથવા ફરી અચાનક કેમેરો શરુ થઇ જાય તો એને ઇગ્નોર ન કરો. કારણ કે આ રીતે તમારા મોબાઈલ ફોનની જાસૂસી પણ થઇ શકે છે. જો કે ઘણી વખત ખિસ્સા માં મુકેલ મોબાઈલની સ્ક્રીન ઓન થઇ જાય છે.
બીપની અવાજ સંભળાવા પર થઇ જાઓ એલર્ટ

જો તમારા પર કોઈ કોલ આવ્યાના સેકન્ડ પછી અચાનક બીપ સંભળાય છે તો સમજી જાઓ કે તમારો કોલ રેકોર્ડિંગ થવાનું શરુ થઇ ગયું છે. કારણ કે આ કોલ રેકોર્ડિંગને સમજવાની સૌથી સરળ રીત છે. એવામાં જ્યારે તમારા પર કોઈ કોલ આવે તો એને ધ્યાનથી સંભાળવું જોઈએ.
કોલને સ્પીકર પર નાખવા પર સતર્ક રહો
તમે કોઈને કોલ કર્યો અને રિસીવ થતા જ જો કોલ સ્પીકર પર મૂકી દેવામાં આવે તો તમારે સતર્ક થવાની જરૂરત છે. કારણ કે સ્પીકર પે કોલ રાખી રેકોર્ડિંગ કરવું સૌથી સરળ હોય છે. તમે અહીં વાત કરતા જાસો અને ત્યાં બીજા ફોનથી તમારી રેકોર્ડિંગ કરી શકાય છે. એવામાં જયારે પણ તમારી કોલ સ્પીકર પર તો તમારે સતર્ક થવાની જરૂરત છે.
કોલ દરમિયાન આવાજ આવવો

જો કોઈને પણ કોલ કર્યો અને વાત કરતી સમયે ફોન પર કોઈ કારણ વગર અવાજ આવે અથવા નોઇઝ આવે તો એવી સ્થિતિમાં સતર્ક થવું જરૂરી છે. કારણ કે જો કોલ દરમિયાન ફરી નોઇઝ સાંભળવા મળે સમજી જાઓ કે તમારી કોલ રેકોર્ડિંગ થઇ શકે છે. એનાથી તમારી કોલ પર વાત કરતી સમયે સતર્ક રહેવું જરૂરી છે.
ઇગ્નોર ન કરો ડેટાની જલ્દી ખપત
જો તમે તમારા ફોનનો ડેટા એટલો યુઝ નથી કરી રહ્યા જેટલી ખપત દેખાઈ રહી છે. અથવા યુઝ કર્યા વગર ડેટા ખતમ થઇ જાય છે તો તમારે સાવધાન રહેવાની જરૂરત છે. કારણ કે ઘણી વખત કોલ રેકોર્ડિંગ કરવા વાળા સોફ્ટવેર ડેટા ખપત કરે છે. એવામાં જો તમારા મોબાઈલમાં કોઈ કોલ રેકોર્ડિંગનું સોફ્ટવેર છે તો એને ચેક કરો.
Read Also
- LGનો 15 હજાર રૂપિયાનો માસ્ક, તમારા શ્વાસની કરશે ગણતરી અને હવાને કરશે સાફ
- મોટા સંકેત/ કોંગ્રેસે સંગઠનમાં મોટા બદલાવની કરી છે તૈયારી, રણદીપ સૂરજેવાલાની મીડિયા ડિપાર્ટમેન્ટથી છુટ્ટી?
- હિંમતનગરમાં રામનવમીની શોભાયાત્રામાં હિંસાનો વિવાદનો મામલો, બહુમતી ધરાવતા પક્ષની પણ મુશ્કેલીઓ વધી
- ઈરાક યુદ્ધનો બદલો લેવાના હેતુથી ઘડાયેલુ પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિની હત્યાનુ કાવતરુ નિષ્ફળ : FBI
- હેલ્થ/ વર્કઆઉટ કર્યા પછી ભૂલથી પણ ના પીતા ઠંડું પાણી, થઈ શકે છે આ મોટા નુકસાન