GSTV

વિદેશમાંથી કાળુ નાણું લાવવાનો મોદી સરકારનો માસ્ટર પ્લાન સફળ, 70 દેશોમાં છે રૂપિયા

Last Updated on November 23, 2018 by Karan

વિદેશોમાં જમા કાળુ નાણુ પાછુ લાવવાની કેન્‍દ્ર સરકારની યોજનાને મોટી સફળતા મળી છે. આયકર વિભાગને લગભગ ૭૦ દેશોમાંથી કાળા નાણાના સુરાગ મળ્‍યા છે. વિભાગને વિદેશી લેવડદેવડ સાથે જોડાયેલ ૩૦ હજારથી વધુ માહિતી મળી છે. જેમાં અનેક સંદિગ્‍ધ ગણાવાઈ રહ્યા છે.  શંકાસ્‍પદ લેવડદેવડને લઈને આયકર વિભાગે આમાથી લગભગ ૪૦૦ લોકોને નોટીસ ફટકારી છે.

આયકર વિભાગના સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે નાણાકીય સૂચનાઓ હેઠળ આદાનપ્રદાનના કરાર હેઠળ વિવિધ દેશો તરફથી આ માહિતી મળી છે. આયકર વિભાગે સપ્‍ટેમ્‍બરમા મળેલી આ માહિતીના આધારે ઉંડી તપાસ અને કાર્યવાહી શરૂ કરી છે. જો કે વિભાગ એવુ માનીને ચાલે છે કે ૩૦ હજાર લેવડદેવડમાંથી બધા કાળા નાણાની શ્રેણીમાં નહી હોય. તમામ કાનૂની લેવડદેવડ પણ હોય શકે છે. અત્રે નોંધનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં  અલગ અલગ દેશો સાથે ભારતે નાણાકીય માહિતી મેળવવાના કરાર કર્યા છે જે હેઠળ આ માહિતી મળી છે.

રીટર્ન અને લેવડદેવડમાં તાલમેલ દેખાતો નથી તેમને નોટિસ

વિદેશો પાસેથી મળેલી નાણાકીય લેવડદેવડની વિગતોને  આયકર રીટર્ન સાથે મેચ કરવામાં આવી રહી છે. જેમા એનઆરઆઈ અને અબજો રૂપિયાની સંપત્તિના માલિક એટલે કે એચએનઆઈ સામેલ છે. તેમના રીટર્ન અને લેવડદેવડમાં તાલમેલ દેખાતો નથી. તેમને નોટીસ મોકલવાની શરૂ થઈ છે. જો સંતોષકારક જવાબ નહિ મળે તો આકરી કાર્યવાહી કરવામાં આવશે. સ્‍વીસ બેંકો ભારતીયો માટે કાળુ નાણુ છુપાવવાનું સ્‍વર્ગ કહેવાય છે. ત્‍યાંથી પણ માહિતી મળી છે. ભારતે અત્‍યાર સુધીમાં ૮૦થી વધુ દેશો સાથે નાણાકીય લેવડદેવડ અંગેની માહિતી મેળવવાના કરારો કર્યા છે. આમા સ્‍વીસથી ૨૧ ડીસેમ્‍બર ૨૦૧૭ના રોજ કરાર પુરો થયો હતો. જે હેઠળ જાન્‍યુઆરી ૨૦૧૯થી માહિતી મળવાનુ શરૂ થશે.

૯૦ હજાર કરોડથી ૧.૫ લાખ કરોડ રૂપિયાનું કાળુ નાણુ વિદેશમાં 

સ્‍વીસની બેંકોમાં ૩૦ થી ૩૫ હજાર કરોડનું કાળુ નાણુ હોવાનું જાણવા મળે છે. ૧૨,૦૦૦ ભારતીયોની લેવડદેવડની જાણ પનામા પેપર્સ લીકથી થઈ હતી. એક અંદાજ મુજબ ૯૦ હજાર કરોડથી ૧.૫ લાખ કરોડ રૂપિયાનું કાળુ નાણુ વિદેશમાં હોવાનું માનવામા આવે છે.

Related posts

ચીનની સૌથી મોટી રીયલ એસ્ટેટ કંપની એવરગ્રાન્ડે નાદારીના આરે, રૂ.23 લાખ કરોડનું દેવું

Damini Patel

અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સબમરીન ડીલ પર ઉત્તર કોરિયાના તાનાશાહ લાલઘૂમ, કિમ જોંગ ઉને આપી ધમકી

Zainul Ansari

મહંત નરેન્દ્ર ગિરીના નિધનથી રાજકીય આલમમાં આઘાતની લાગણી, પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!