GSTV

ICC નવા નિયમોથી રાંચી T-20 માં મૂંઝવણમાં મૂકાયો ફિન્ચ

Last Updated on October 8, 2017 by

ઓસ્ટ્રેલિયાના ઓપનર બેટસમેન એરોન ફિન્ચને ટ્વેન્ટી-20 મેચમાં ડીઆરએસ લાગૂ થવા જેવા નિયમમો વિશે મેચ પહેલા ખબર ન હતી. રાંચી ટ્વેન્ટી-20 મેચ બાદ ફિન્ચે કહ્યું કે, સિરીઝની વચ્ચે આઇસીસીએ નવા નિયમ લાગૂ થતાં મૂંઝવણ જેવી સ્થિતિ ઉભી થઇ હતી.

30 વર્ષિય ફિન્ચે કહ્યું કે, મેચની પાંચમી ઓવર સુધી મને આ વિશે ખબર ન હતી. બાદમાં જ્યારે સ્મિથ મેદાનમાં ડ્રિન્ક લઇને આવ્યો ત્યારે તેણે સાથી ખેલાડીઓને આ વિશે બતાવ્યું હતું. એટલા માટે અમારે અમ્પાયરોને પૂછવું પડ્યું હતું. પરંતુ, સિરીઝની છેલ્લા રાઉન્ડમાં નિયમોમાં આ બદલાબ અજીબ છે. મારો મતલબ છે કે, બેટની સાઇઝ અને એવી વસ્તુઓ સિરીઝના અંતમાં આવી રહી છે. ઉલ્લેખનીય છેકે, આઇસીસીના નવા નિયમ અનુસાર, જો કોઇ મેચ 10 ઓરથી ઓછી કરવામાં આવે તો બોલિંગનો વધુમાં વધુ ક્વોટો બે ઓવરથી ઓછો નહીં હોય.

એરોન ફિન્ચ ઓવરના નિયમને લઇને પણ નારાજ જોવા મળ્યો હતો. ભારતીય ટીમને જીત માટે 6 ઓવરમાં 48 રનનો સંશોધિત લક્ષ્ય મળ્યો હતો. આવામાં 3 બોલરને બે ઓવર ફેંકવાની મંજૂરી હોવી જોઇતી હતી. પરંતુ, જૂના નિયમોને જ ચાલવા દીધો હતો. માત્ર નાથન કુલ્ટર નાઇલ જ 2 ઓવર ફેંકી શક્યો હતો. જ્યારે એડમ જામ્પા, એન્ડ્ર્યુ ટાઇ, જેસન બેહરેનડ્રોફ અને ડેનિયલ ક્રિશ્યિયન 1-1 ઓવર ફેંકી હતી.

તો બીજીતરફ ભારતીય ટીમની પ્રેસ કોન્ફરન્સમાં પણ શિખર ધવને સ્વિકાર કર્યો હતો કે, ખરેખર તેમને(ઓસ્ટ્રેલિયા) અજીબ લાગ્યું હશે પરંતુ, જે પણ નિયમ છે તે નિયમ છે. મને નિયમ વિશે બરાબર ખબર નથી, જેના વિશે તમે વાત કરી રહ્યાં છો. પરંતુ, આ તો છે.

Related posts

મોટા સમાચાર / આ ભારતીય સ્ટાર બેટ્સમેન ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાંથી બહાર, નેટ સેશન દરમિયાન માથામાં ઇજા થઇ

Zainul Ansari

સંકટ / UAEમાં યોજાનારી IPLમાં નહીં દેખાય આ સ્ટાર ખેલાડીઓ, CSK અને રાજસ્થાન રોયલ્સને પડી શકે છે મોટો ફટકો

Zainul Ansari

આ બેટ્સમેને 6 બોલમાં 34 રન સાથે ડેબ્યુ મેચમાં ઠોકી દીધી હતી સદી, પછી ક્યારેય પાર નથી કરી શક્યો 29 રનનો આંકડો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!