GSTV
India News

અદાણી ધારાવી રિડેવલમેન્ટ માટે સક્ષમ છે કે નહીં તે નાણાં સંસ્થાઓ નક્કી કરશે

મુંબઈના ધારાવી ખાતે આવેલી એશિયાની સૌથી વિશાળ ઝુંપડપટ્ટીને રિડેવલપ કરવા માટે અદાણી જૂથને 5069 કરોડમાં ટેન્ડર અપાયા બાદ હવે તે આ પ્રોજેક્ટ હાથ ધરવા માટે સક્ષમ છે કે નહીં તેનું આકલન કરી લોન આપવાનું નક્કી કરવાનું કામ નાણાં સંસ્થાઓનું છે. સરકારના પક્ષે અદાણી જૂથ તમામ નાણાંકીય અને કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કરે તે પછી જ તેને લેટર ઓફ ઈન્ટેન્ટ અપાશે એમ જણાવી મહારાષ્ટ્ર સરકારે હાલના તબક્કે આ રિડવલમેન્ટ ટેન્ડરમાં હસ્તક્ષેપ કરવા કે તેને રદ કરવાની માગણી ફગાવી દીધી છે.

ધારાવીના લાખો રહીશોમાં મૂંઝવણનું વાતાવરણ

ચાર ટર્મથી ધારાવી બેઠક પરથી ચૂંટાઈ આવતાં કોંગ્રેસના ધારાસભ્ય અને માજી મંત્રી વર્ષા ગાયકવાડે ગૃહમાં આ મુદ્દો ઉઠાવતાં કહ્યું હતું કે, અદાણી જૂથ વિશે હાલ જે અહેવાલો આવી રહ્યા છે તેનાથી ધારાવીના લાખો રહીશોમાં મૂંઝવણનું વાતાવરણ છે. લોકો પોતાનાં ભવિષ્ય વિશે ચિંતિત બન્યા છે.

સૌથી મોટી બીડ રજૂ કરનારા અદાણી જૂથને ટેન્ડર અપાયું

નાયબ મુખ્યમંત્રી તથા નાણાં પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ મુદ્દાઓનો જવાબ આપતાં કહ્યું હતું કે, તમામ વિધિપૂર્વકની પ્રક્રિયા અને ટેકનિકલ ચકાસણીઓ બાદ સૌથી મોટી બીડ રજૂ કરનારા અદાણી જૂથને ટેન્ડર અપાયું છે. જોકે,જ્યાં સુધી અદાણી જૂથ લીગલ તથા નાણાંકીય ઔપચારિકતા પૂર્ણ ન કરે ત્યાં સુધી તેને લેટર ઓફ ઈન્ટેન્ટ અપાશે નહીં. તેમણે કહ્યું હતું કે ગ્રૂપની નાણાંકીય સ્થિતિનું આકલન કરી તેને આ પ્રોજેક્ટ માટે લોન આપી શકાય કે નહીં તે નક્કી કરવાનું કામ નાણાં સંસ્થાઓનું છે. જો નાણાં સંસ્થાઓ આ ગ્રૂપને લોન આપતી હોય તો તેમાં સરકાર પાસે હસ્તક્ષેપ કરવાને કોઈ કારણ રહેતું નથી.

1600 કરોડની અપસેટ પ્રાઈઝ સામે અદાણીએ આટલી બિડ કરી ટેન્ડર મેળવ્યું

ફડણવીસે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ સાત વર્ષમાં પૂર્ણ થાય તેવી અપેક્ષા છે. છેલ્લે થયેલી ટેન્ડર પ્રક્રિયામાં બે જ કંપનીઓનાં ટેન્ડર ફાઈનલ બિડ માટે માન્ય ઠર્યાં હતાં. સરકારે નક્કી જૂથને ટેન્ડર અપાયું છે. જોકે, જ્યાં સુધી કરેલી 1600 કરોડની અપસેટ પ્રાઈઝ સામે અદાણીએ 5069 કરોડની બિડ રજૂ કરી આ ટેન્ડર મેળવ્યું હતું.

READ ALSO

Related posts

પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી

Nelson Parmar

વિકસિત ભારત માટે Vision 2047 લગભગ તૈયાર, પીએમ મોદી જાન્યુઆરીમાં કરશે લોન્ચ

Nakulsinh Gohil

મહારાષ્ટ્ર: કસારામાં રેલ્વે લાઇન પર માલગાડીના 2 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

Hardik Hingu
GSTV