GSTV
Home » News » આ ટ્રિક્સથી તમે પણ બની શકો છો માલામાલ, નહી થાય રૂપિયાની કોઇ અછત

આ ટ્રિક્સથી તમે પણ બની શકો છો માલામાલ, નહી થાય રૂપિયાની કોઇ અછત

sbi savings plus account

કમાણી ઓછી અને ખર્ચ વધુ હોય તો મહિનાના અંતમાં ઉધાર લેવાના દિવસો આવી જાય છે. તેથી પોતાના ખર્ચ પર મોનિટરિંગ કરવાની શરૂઆત કરો. તેના માટે તમારા ખર્ચને બે ભાગમાં વહેંચી દો. પ્રથમ જરૂરિયાત મુજબ ખર્ચ કરો, બીજુ જે વસ્તુઓ તમે ખરીદવા માગો છો તેની લિસ્ટ બનાવો. આ પ્રકારે તમે ખર્ચને મેનેજ કરી શકશો.

PF

કોઇ પણ નવુ કામ શરૂ કરવા માટે રૂપિયાની જરૂર હોય છે પરંતુ તમે મોટાભાગે સારા મુહૂર્તની રાહ જોવામાં કામ શરૂ નથી કરતા. તેનાથી કામ અટકી પડે છે અને રૂપિયા પણ ખર્ચાઇ જાય છે. તેવામાં જ્યારે તમારી પાસે ધન હોય ત્યારે રોકાણ કરી દો. સમય બરબાદ ન કરો.

એકબીજાથી આગળ નીકળવા અને આકર્ષક દેખાવાના ચક્કરમાં તમે તમારા ખર્ચને નિયંત્રિત કરી શકતાં નથી અને લક્ઝરી લાઇફ સ્ટાઇલ ફૉલો કરવા માટે તમે ઘણીવાર ઉધાર લેતાં પણ ખચકાતા નથી. આવી આદતોથી દૂર રહો. ઘર કે બાળકોના અભ્યાસ માટે લોન લેવામાં આવે તો તે યોગ્ય છે પરંતુ આવા ફાલતુ ખર્ચ માટે લોન ક્યારેય ન લો.

ઘણાં લોકો જાણકારી વિના જ શેર માર્કેટમાં રૂપિયા રોકી દે છે જેથી તેમને નુકસાન ભોગવવુ પડે છે. જો તમે પણ કોઇ જાણકારી વિના આ પ્રકારે ખર્ચ કરી દો છો તો આ રોકાણની યોગ્ય રીત નથી.

તે નિશ્વય કરી લો કે દર મહિને નિયમિત રીતે કમાણી કરેલા રૂપિયામાંથી એક નિશ્વિત રકમ બચાવશો. જો પ્રયાસ કરશો તો થોડા સમય બાદ તમને લાગશે કે તમને બચત કરવાની આદત પડી ગઇ છે.

જો તમારો પોતાનો કોઇ ધંધો હોય તો રિસ્ક લેતાં ગભરાશો નહી. ઘણીવાર રિસ્ક ન લેવું જ રિસ્ક સાબિત થાય છે. તેથી પરિસ્થિતીઓનું યોગ્ય વિશ્લેષણ કરો અને રોકાણની શરૂઆત કરો.

જો સિગરેટ, દારૂ અથવા અન્ય કોઇ નશાની લત હોય તો તેનાથી દૂર રહો, તેના પર રૂપિયા ખર્ચ તો થાય છે સાથે જ તમારા સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર થાય છે. તેથી તમે નશા પર ખર્ચ કરવાના બદલે તે રૂપિયાની બચત કરી શકો છો જે ભવિષ્યમાં તમારા કામ આવશે.

Read Also

Related posts

ગાંધીનગરના કમલમ ખાતે વડાપ્રધાન મોદીના પ્રદર્શનને મુકાયુ ખુલ્લુ

Kaushik Bavishi

સોસાયટીના નામે 540 કરોડનું કૌભાંડ કરનાર આરોપીઓના રિમાન્ડ મંજુર

Kaushik Bavishi

ટ્રાફિક નિયમનો ભંગ કરનાર યુવકોને ઉઠક બેઠક કરાવવી પીએસઆઈને પડી ભારે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!