GSTV

મોટા સમાચાર / ક્યારે થશે LICના IPOનું લિસ્ટિંગ અને વેચાશે એર ઇન્ડિયા? નાણાં સચિવે આપ્યું મોટું નિવેદન

Last Updated on September 26, 2021 by Zainul Ansari

ભારતીય જીવન વીમા નિગમ (LIC)ના આઈપીઓની ઘણા લાંબા સમયથી રાહ જોવાઇ રહી છે. ભારતના નાણાં સચિવ ટીવી સોમનાથે જણાવ્યું કે આગામી નાણાકિય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં LICની લિસ્ટિંગ થશે.

ભારતના નાણાં સચિવ ટીવી સોમનાથનની માનીએ તો LICમાં સરકારના હિસ્સાનું વેચાણ માર્ચ-જૂન 2022ની વચ્ચે કરવામાં આવશે. તેનો અર્થ એ છે કે LICનું લિસ્ટિંગ જૂન 2022 સુધીમાં પૂર્ણ થઈ જશે. તેમણે આ વિશે મદ્રાસ સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના સંબોધનમાં જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું કે હું માનું છું કે એર ઇન્ડિયામાં હિસ્સો વેચવાનું કામ ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે. આ પ્રક્રિયા તેના અંતિમ તબક્કામાં છે. LICનું વિનિવેશ પણ થવાનું છે. તેના માટે આગામી વર્ષે માર્ચથી જૂન સુધી સમયરેખા નક્કી કરવામાં આવી છે.

નાણાં સચિવે જણાવ્યું કે સરકાર કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CONCOR)માં પણ પોતાનો હિસ્સો વેચી રહી છે. તેનું વિનિવેશ પણ આગામી નાણાકીય વર્ષમાં થઇ શકે છે. તેમણે જણાવ્યું કે સરકાર આ વર્ષે એર ઇન્ડિયામાં પોતાનો હિસ્સો વેચી દેશે.

શનિવારે મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યને જણાવ્યું હતું કે આ વર્ષના ચોથા ક્વાર્ટર સુધીમાં LICનું વિનિવેશ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે આ વર્ષે કંપનીઓમાં હિસ્સો વેચીને 1.75 લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાની તૈયારી છે. એર ઇન્ડિયામાં ભાગીદારીની વેચાણ પ્રક્રિયા સારી રીતે ચાલી રહી છે.

એર

ઉલ્લેખનીય છે કે LIC દેશની સૌથી મોટી વીમા કંપની છે. LIC ભારતના લાઇફ ઇન્શ્યોરન્સ માર્કેટમાં 60 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે જેની નેટવર્થ 500 અબજ ડોલર છે અને LICના IPOની સંભવિત સાઇઝ 12.2 અબજ ડોલર હોવાનું કહેવાય છે.

એવું માનવામાં આવે છે કે આ દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO હોઈ શકે છે. સરકાર LICના 5થી 10 ટકા વેચીને 900 અબજ રૂપિયા એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે.

Read Also

Related posts

BIG BREAKING: ઉત્તરાખંડના કુમાઉં મંડલમાં ફસાયા 700થી વધુ પર્યટકો, ઘણા ગામોનો સંપર્ક નૈનીતાલથી કપાયો! તંત્રની ટીમો તૈયાર

pratik shah

BIG BREAKING: રશિયામાં હથિયાર અને વિસ્ફોટક બનાવતા પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, 16ના મોત સંખ્યાબંધ ઘાયલ

pratik shah

અગત્યનું/ ટ્રેનમાં મુસાફરી કરવાના હોવ તો પહેલા વાંચી લો આ સમાચાર, નહીંતર આવશે હેરાન થવાનો વારો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!