GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, 5 દિવસ વહેલો થશે પગાર

કેન્દ્ર સરકારના અધિકારીઓ અને કર્મચારીઓને સપ્ટેમ્બર મહિનાનો પગાર આ વખતે પાંચ દિવસ પહેલા મળશે. નાણા મંત્રાલયે કેન્દ્ર સરકારના તમામ વિભાગોને આદેશ આપ્યા છે કે તે 25 સપ્ટેમ્બરના રોજ કર્મચારીઓના ખાતામાં પગાર નાંખી દે. ચાલુ નાણાકીય વર્ષમાં આવું પહેલીવાર બનશે જ્યારે કર્મચારીઓને પાંચ દિવસ પહેલાં જ વેતન મળી જશે. વેતન વહેલા મળવાનું કારણ બેન્ક હડતાળ અને રજાઓ છે.

26 અને 27 સપ્ટેમ્બરે હડતાળ

બેન્ક યુનિયને 26 અને 27 સપ્ટેમ્બરના રોજ હડતાળની ઘોષણા કરી છે. તે બાદ 28 સપ્ટેમ્બરે શનિવાર છે અને 29 સપ્ટેમ્બરે રવિવાર છે. 30 સપ્ટેમ્બરે બેન્કોનો ક્લોઝીંગ ડે જણાવવામાં આવી રહ્યો છે. આ દિવસે સામાન્ય કામકાજ બંધ રહેશે.

પ્રથમ બે દિવસ બેન્ક કર્મચારીઓ હડતાળ પર હશે અને તે પછીના બે દિવસ શનિવાર અને રવિવારે રજા રહેશે. ફક્ત 30 તારીખે જ બેન્ક ખુલ્લી રહેશે પરંતુ તે દિવસે પણ ક્લોઝીંગ ડે હોવાના કારણે સામાન્ય કામકાજ નહી થઇ શકે.

warren buffett strategy

નાણામંત્રાલયે આપ્યાં આદેશ

નાણા મંત્રાલયની કંટ્રોલર જનરલ ઑફ એકાઉન્ટ્સ શાખા તરફથી આપવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યુ કે કેન્દ્ર સરકારના તમામ કર્મીઓને 25 સપ્ટેમ્બરે જ પગાર આપી દેવામાં આવે. જો કે સપ્ટેમ્બર મહિનાની સેલરી 30 તારીખે આપવાની હોય છે પરંતુ આ વખતે ચાર દિવસ સુધી બેન્કોમાં કામકાજ નહી થાય.

તેવામાં લાખો કર્મચારીઓની સેલરી પણ અટકી પડશે. કર્મચારીઓને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન આવે તે માટે નાણા મંત્રાલયે આ મહિનાની સેલરી પાંચ દિવસ પહેલાં આપવાનો આદેશ આપ્યો છે.

Read Also

Related posts

Nissan Ariya ઈલેક્ટ્રીક કારના લોંચીંગને લઈને થયો મોટો ખુલાસો, એક વખત ચાર્જમાં ચાલશે 480 કિમી

Mansi Patel

PM Kisan Yojana: જો ફોર્મ ભરતી વખતે કરી બેઠા છો આ ભુલ તો હજુ છે સુધારવાનો મોકો, નહીં તો અટકી જશે આટલા હજાર

Arohi

20 લાખ ખેડૂતોના ખાતામાં દર વર્ષે આવશે 36,000 રૂપિયા, આ રીતે ફટાફટ કરી દો અપ્લાય

Bansari
Do NOT follow this link or you will be banned from the site!