GSTV

નાણા મંત્રાલયે ગ્રામીણ સંસ્થાઓ માટે જાહેર કર્યું કરોડોનું અનુદાન, જાણો ક્યાં રાજ્યોના નામ છે સામેલ

નાણા મંત્રાલયના ખર્ચ વિભાગે 18 રાજ્યોના ગ્રામીણ સંસ્થાઓ માટે 12,351.5 કરોજ રૂપિયાની રકમ જાહેર કરી છે. આ રકમ નાણાકિય વર્ષ 2020-21 માં જાહેર કરવામાં આવેલ મૂળભૂત અનુદાનનો બીજો હપ્તો છે. આ અનુદાન તે 18 રાજ્યોને જાહેર કરવામાં આવ્યું છે. જેમણે પંચાયતી રાજ મંત્રાલયની ભલામણ પર પ્રથમ હપ્તા માટ ઉપયોગિતા પ્રમાણ પત્ર પ્રદાન કરી આપવામાં આવશે. ગ્રામીણ સંસ્થાઓને 15 માં નાણાંપંચની ભલામણોને આધાર પર અનુદાન આપવામાં આવે છે.

બ્લોક સ્તર પર સંસાધનોનો ઉપયોગ કરે

જે હેઠળ સ્થાનીય સંસ્થાઓને સામુદાયિક સંપત્તિ વિકસિત કરવા અને તેમની નાણાકિય ક્ષમતામાં સુધાર જેવા પગલા ઉઠાવવા પડે છે. આ અનુદાન પંચાયતી રાજ પ્રણાલીના ત્રણ સ્તર (ગામ, બ્લોક અને જિલ્લા) પર આપવામાં આવે છે. જે થકી તે ગામ અને બ્લોક સ્તર પર સંસાધનોનો ઉપયોગ કરે છે.

ક્યાં કામોમાં કરવામાં આવે છે વપરાશ

15માં નાણાકિય આયોગને બે પ્રકારથી ગ્રામીણ સંસ્થાઓને અનુદાન આપવાની ભલામણ કરી છે. જેમાં મૂળભૂત અને અનુબંધના આધાર પર આપવામાં આવનાર અનુદાન સામેલ છે. મૂળભૂત અનુદાનને સ્થાનીય સંસ્થાઓ દ્વારા પોતાની સ્થાનીય જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે આપવામાં આવે છે. જોકે, જે હેઠળ સંસ્થા પગાર અને નિર્માણ સંબંધી જરૂરિયાતો માટે અનુદાનનો વપરાશ કરી શકે છે. જ્યારે અનુબંધિત અનુદાનનો વપરાશ મૂળભૂત સુવિધાઓ જેવા સફાઈ અને ખુલ્લામાં શૌચાલય મુક્ત સુવિધાઓના સમારકામ, વરસાદના સંરક્ષણ અને અને પાણીને પીવાલાયક બનાવવા વગેરે સંબંધિત કામો આપવામાં આવે છે.

વ્યાજની સાથે અનુદાનને આપવુ પડે

ગ્રામીણ સંસ્થાઓને આપવામાં આવનાર આ અનુદાન કેન્દ્ર અને દ્વારા સ્વચ્છ ભારત અને જળ જીવન મિશન જેવી યોજનાઓની હેઠળ આપવામાં આવનારી રકમથી અલગ હોય છે. નાણાકિય આયોગની ભલામણ પર આપવામાં આવતી આ રકમને કેન્દ્ર પાસેથી મંજૂરી મળ્યા બાદ ગ્રામીણ સંસ્થાઓને 10 દિવસથી અંદર રાજ્યોને અનુદાનની રકમ આપવી પડે છે અને તેમાં કોઈપણ પ્રકારની મોડુ થવા પર તેમને વ્યાજની સાથે અનુદાનને આપવુ પડે છે.

જૂનમાં જાહેર કરવામાં આવી ચૂક્યો પ્રથમ હપ્તો

આ પહેલા ગ્રામીણ સંસ્થાઓને મૂળ અનુદાન હેઠળ પ્રથમ હપ્તો અને 14માં નાણાકિય આયોગની સંસ્થા 18,199 કરોડ રૂપિયા બધા રાજ્યોને જૂન 2020માં જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અનુદાન હેઠળ 15,187.50 કરોડ રૂપિયાની રકમનો પ્રથમ હપ્તો પણ જાહેર કરવામાં આવ્યો છે. આ પ્રકાર બધા રાજ્યોના ગ્રામીણ સંસ્થાઓને કુલ 45,738 કરોડ રૂપિયાની રકમ જાહેર કરવામાં આવી છે. રાજ્યોના આધારે અત્યાર સુધીમાં આપવામાં આવેલી અનુદાનની સૂચિ નીચે મુજબ છે.

રાજ્યોના આધાર પર ગ્રામી સંસ્થાઓને 2020-21 માં આપવામાં આવી અનુદાન રકમ

  • આંધ્રપ્રદેશ- 3137.03
  • અરુણાચલ પ્રદેશ- 418.80
  • અસમ- 802.00
  • બિહાર- 3763.50
  • છત્તીસગઢ- 1090.50
  • ગોવા- 37.50
  • ગુજરાત- 2396.25
  • હરિયાણા- 948.00
  • હિમાચલ પ્રદેશ- 321.75
  • ઝારખંડ- 1266.75
  • કર્ણાટક- 2412.75
  • કેરળ- 1221.00
  • મધ્યપ્રદેશ- 2988.00
  • મહારાષ્ટ્ર- 4370.25
  • મણિપુર- 88.50
  • મેઘાલય- 91.00
  • મિઝોરમ- 46.50
  • નાગાલેન્ડ- 62.50
  • ઓડિશા- 1693.50
  • પંજાબ- 2233.91
  • ઉત્તર પ્રદેશ- 7314.00
  • રાજસ્થાન- 1931.00
  • સિક્કિમ- 31.50
  • તમિલનાડુ- 1803.50
  • તેલંગાણા- 1385.25
  • ત્રિપુરા- 143.25
  • ઉત્તરાખંડ- 430.50
  • પશ્ચિમ બંગાળ- 3309.00

READ ALSO

Related posts

કામના સમાચાર/ શું તમે પણ સસ્તુ ઘર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો? આ 5 વાતોનું રાખો ધ્યાન, થશે મોટો ફાયદો

Sejal Vibhani

કામનું / WhatsApp પર મોકલો છો વીડિયોઝ તો તમારી માટે આવ્યુ છે આ જબરદસ્ત ફીચર, જાણો શું થશે ફાયદો?

Mansi Patel

કંગના રાણાવતે પોતાના જન્મને લઇ કર્યો મોટો ખુલાસો, જયારે ઘરેમાં પેદા થઇ હતી બીજી છોકરી

Sejal Vibhani
Do NOT follow this link or you will be banned from the site!