GSTV

શું જપ્ત થઇ જશે સરકારની 12,000 કરોડની સંપત્તિ? નાણા મંત્રાલયે આ બ્રિટિશ કંપનીને આપ્યો જવાબ, જાણો શું છે સમગ્ર મામલો

Last Updated on July 8, 2021 by Zainul Ansari

પેરિસમાં ભારત સરકારની 20 સંપત્તિઓને સીઝ કરવાના સમાચાર પર નાણામંત્રાલયે સ્ટેટમેન્ટ જારી કર્યું છે. નાણા મંત્રાલય મુજબ ભારત સરકારે આ સંબંધમાં અત્યારે ફ્રેન્ચ કોર્ટ પાસેથી કોઈ નોટિસ નથી મળી. સરકાર આ કેસમાં તથ્યોની તપાસ કરી રહી છે અને તેના મુજબ કાયદાકિય પ્રક્રિયા હેઠળ તેના પર આગળ વધશે.

nirmala-sitharaman

સરકારે આ વર્ષે માર્ચમાં જ એક એપ્લિકેશન ફાઇલ કરી છે. તેના અગાઉ Cairn Energy સાથે ટેક્સ મામલામાં સરકારે ઇન્ટરનેશનલ આર્બિટ્રેશનના નિર્ણયને પડકાર ફેંક્યો હતો. પોતાની અરજીમાં ભારત સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે કે દેશના ટેક્સ વિવાદ કેસમાં પંચાયત (arbitrate) માટે ક્યારેય પણ તૈયાર નથી થયો. આ જાણકારી નાણામંત્રાલય તરફથી આપવામાં આવી હતી.

નાણા મંત્રાલયે સ્ટેટમેન્ટ આપ્યું

સરકારે તેના સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે કેઇર્ન એનર્જીના સીઈઓ અને અધિકારીઓને કેસ પતાવવા માટે સરકાર સાથે વાત કરવી જોઇએ. સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે તે કાયદાકિય પ્રક્રિયા હેઠળ કેઇર્ન એનર્જી સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. અગાઉ આજે સવારે સમાચાર મળ્યા હતા કે બ્રિટનની કેઇર્ન એનર્જીએ મધ્યસ્થાના આદેશ હેઠળ 1.7 અબજ અમેરિકન ડોલરનો દંડ વસૂલવા માટે એક ફ્રાન્સની કોર્ટ પાસેથી ફ્રાન્સમાં સ્થિત 20 ભારતીય સરકારી સંપત્તિઓને જપ્ત કરવાનો આદેશ પ્રાપ્ત કર્યો છે.

ફ્રાન્સની કોર્ટે 11 જૂનના રોજ કેઇર્ન એનર્જીને ભારત સરકારની સંપત્તિઓને હસ્તગત કરવાના આદેશ આપ્યા હતા, જેમા મોટાભાગે ફ્લેટ સામેલ છે અને આ અંગે કાયદાકિય પ્રક્રિયા બુધવારે સાંજે પૂરી થઈ ગઈ.

1.2 અબજ ડોલરનો મામલો

ડિસેમ્બરમાં એક આર્બિટ્રેશન કોર્ટે ભારત સરકારને કેઈર્ન એનર્જીને 1.2 અબજ ડોલરથી વધુ વ્યાજ અને દંડ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. ભારત સરકારે આ આદેશ સ્વીકાર્યો નહીં, ત્યારબાદ કેઇર્ન એનર્જીએ વિદેશની અનેક અદાલતોમાં ભારત સરકારની સંપત્તિ જપ્ત કરીને રકમ વસૂલવાની અપીલ કરી હતી.

ડિસેમ્બર 2020માં કેઇર્ન એનર્જીના પક્ષમાં આવ્યો હતો નિર્ણય

કેઇર્ન એનર્જીએ ભારત સરકાર પાસેથી તેના નાણાં પરત લેવા માટે વિશ્વના ઘણા દેશોમાં કેસ કર્યો છે. આંતરરાષ્ટ્રીય આર્બિટ્રેશને ડિસેમ્બર 2020માં કેઇર્ન એનર્જીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને ભારત સરકારને તેના 1.2 અબજ ડોલર પાછા આપવાનું કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય અદાલતમાંથી જીત્યા બાદ, કેઇર્ન એનર્જી તેના રૂપિયા માટે સરકાર પાછળ ખરાબ રીતે પડી ચુકી છે. એક રિપોર્ટ મુજબ, કેઇર્ન એનર્જીએ વિદેશમાં ભારત સરકારની 70 અબજ ડોલર (5 લાખ કરોડથી વધુ) સંપત્તિની ઓળખ કરી છે.

Read Also

Related posts

શરમજનક/ ઉચ્ચ જાતિના ઘરના આંગણેથી દલિતનો વરઘોડો નિકળ્યો તો પથ્થરમારો કર્યો, કેટલાયને થઈ ઈજા

Pravin Makwana

સાબરમતીમાં પ્રદૂષણ કરનારાની ખૈર નહીં/ અમે હવે કોઈને છોડીશું નહીં, રાજકારણીઓની હિંમત કેવી રીતે થઈ કે, તેઓ સરકારી કર્મચારીઓને ધમકાવી શકે

pratik shah

કઈ રીતે ભણશે ગુજરાત! 32 હજારથી વધુ સરકારી સ્કૂલો, 700 સ્કૂલોમાં માત્ર એક જ શિક્ષક ઉપાડે છે ભણતરનો ભાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!