આગામી નાણાં વર્ષના બજેટમાં ગ્રામ્ય ખર્ચ માટેની જોગવાઈમાં પચાસ ટકા વધારો કરી તેને રૂપિયા બે ટ્રિલિયન રાખવા નાણાં મંત્રાલય વિચારી રહ્યું છે. રોજગાર નિર્માણ તથા પરવડી શકે તેવા ઘરો પૂરા પાડવાના હેતુ સાથે ગ્રામ્ય વિસ્તાર પાછળ સરકાર વધુ ખર્ચ કરવા યોજના ધરાવે છે. જોકે ૨૦૨૪માં લોકસભાની ચૂંટણી પણ આ માટેનું એક કારણ હોઈ શકે છે.

નાણાં પ્રધાન નિર્મલા સીતારામન ૧લી ફેબુ્આરીના રોજ બજેટ રજુ કરશે, જે લોકસભાની ચૂંટણી પહેલા તેમનું સંપૂર્ણ કક્ષાનું અંતિમ બજેટ હશે. વર્તમાન નાણાં વર્ષ માટે નાણાં પ્રધાને ગ્રામ વિકાસ મંત્રાલયને રૂપિયા ૧.૩૬ ટ્રિલિયનની ફાળવણી કરી છે, પરંતુ નાણાં વર્ષના અંત સુધીમાં ગ્રામ્ય વિકાસ પાછળ રૂપિયા ૧.૬૦ ટ્રિલિયનનો ખર્ચ થઈ જવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે.
ગ્રામ્ય વિસ્તાર માટેની રોજગાર બાંયધરી યોજના હેઠળ રોજગારની વધી રહેલી માગને પહોંચી વળવા સરકાર દ્વારા ખર્ચમાં વધારો થયો હોવાનું નાણાં મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું.
કોરોનાની અસરમાંથી બહાર આવેલા ભારતના ગ્રામ્ય વિસ્તારના નાગરિકો ફુગાવા તથા મર્યાદિત રોજગાર વિકલ્પનો સામનો કરી રહ્યા છે, જેને કારણે રોજગાર બાંયધરી યોજના હેઠળ રોજગાર મેળવવા વધુને વધુ લોકો નામ નોંધાવી રહ્યા છે.
વર્તમાન નાણાં વર્ષમાં અત્યારસુધી દરેક મહિનામાં ગ્રામ્ય બેરોજગારીનો દર સાત ટકાથી ઉપર જ જોવા મળ્યો છે. ઓકટોબરમાં આ દર વધી ૮.૦૪ ટકા પહોંચી ગયો હોવાનું સેન્ટર ફોર મોનિટરિંંગ ઈન્ડિયન ઈકોનોમીના આંકડા જણાવે છે.
Also Read
- જંત્રીનો રેટ બમણો થતા બિલ્ડર્સમાં ચિંતા, ક્રેડાઈના સભ્યો સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરશે મુલાકાત
- વનપ્લસ પેડમાં હશે મેગ્નેટિક કીબોર્ડની સુવિધા, જાણો તેની કિંમત કેટલી છે
- ફાઈલ સેવ કર્યા વિના બંધ કરી દીધું છે MS-WORD, આ રીતે કરી શકશો રિકવર
- Food For constipation/ કબજીયાતની સમસ્યામાં દવાનુ કામ કરે છે અજમો, આ રીતે પરોઠા બનાવીને ખાઓ
- વડોદરા / કરજણ સ્વામિનારાયણ મંદિરના એકાઉન્ટમાંથી 48.43 લાખની ઉચાપત, નોંધાઈ પોલીસ ફરિયાદ