GSTV

વગર મુસાફરીએ લઇ શકાય છે LTC કેશબેક વાઉચર સ્કીમનો લાભ, સરકારે જાહેર કર્યું સ્પષ્ટિકરણ

નાણા મંત્રાલયના વ્યય વિભાગ દ્વારા તાજેતરમાં જ શરૂ કરવામાં આવેલ LTC કેશ વાઉચર યોજનાને લઈને સ્પષ્ટીકરણ જાહેર કર્યું છે. નવા LTC કેશ વાઉચર યોજનાને ચાલી રહેલા શંકાઓને દૂર કરતા નાણા મંત્રાલયે કહ્યું છે કે નવી યોજના કર્મચારીઓને યાત્રા ઉપરાંત કેટલાંક અન્ય ખર્ચ કરવાનો પણ વિકલ્પ આપે છે. ગ્રાહક ખર્ચને વધારો આપવા માટે કેન્દ્ર સરકારે સોમવારથી એલટીસી કેશ વાઉચર સ્કીમ શરૂ કરી છે. કેન્દ્ર સરકાર અને જાહેર સાહસોના કર્મચારીઓ હવે લિવ ટ્રાવેલ કન્સેશન આથવા લિવ ટ્રાવેલ એલાઉન્સના કર-મુક્ત ભાગને બદલી વસ્તુઓ અને સેવાઓની ખરીદી કરવા યોગ્ય છે.

સરકારે બ્લોક 2018-21 દરમ્યાન કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે લિવ ટ્રાવેલ એલાઉન્સના બદલે વિશેષ પેકેજ રજુ કર્યું હતું. જોકે, જ્યારે વાસ્તવિક અમલીકરણ અને અને એલટીસી કેશ વાઉચર યોજનાનો લાભ લેવાની પ્રક્રિયા સામે આવી તો સરકારે તેના માટે સ્પષ્ટીકરણ જાહેર કર્યું છે. કેન્દ્ર સરકારનો કર્મચારી એલટીસી માટે પાત્ર છે અને ચાર વર્ષના બ્લોકમાં બે વખત હોમ ટાઉન અથવા અન્ય કોઈ સ્થળ પર જવા માટે 10 દિવસનો એન્કેશમેન્ટ છોડી શકે છે. ટિકિટ ખર્ચમાં છૂટ આપવામાં આવે છે, જ્યારે રજા એન્કેશમેન્ટ કરપાત્ર છે.

LTC

નાણામંત્રાલયની જાહેરાત

નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે સરકાર એલટીસી કોર્પોરેટ ક્ષેત્રમાં લિવ ટ્રાવેલ એલાઉન્સથી તદ્દન અલગ છે. એલટીસીનો દાવો કરનાર વ્યક્તિ યોગ્ય નથી જ્યાં સુધી તે મુસાફરી ન કરે, જો તે યાત્રા કરવામાં નિષ્ફળ જાય છે તો તેના પગાર માંથી રકમ કાપી લેવામાં આવે છે અને તે કાયદેસર કાર્યવાહી માટે પણ જવાબદારી રહે છે. સરકારે જણાવ્યું છે કે એક વ્યક્તિને આ ઉદ્દેશ્ય માટે રજા લેવી ફરજીયાત નથી અને ન તો કોઈ મુસાફરી કરવાની જરૂરી છે. આ LTC મુસાફરીના બદલાની યોજના છે.

જેના પર જીએસટી લાગતો હોય તેની ખરીદી માટે ઉપયોગી

અર્થવ્યવસ્થામાં માંગને પ્રોત્સાહન આપવા માટે સરકારે આ વર્ષે પોતાના કર્મચારીઓને એલટીસીના અવેજમાં કેશ વાઉચર આપવાની જાહેરાત કરી છે. આ વાઉચરનો ઉપયોગ માત્રે એવા બિન-ખાદ્ય સમાન ખરીદવા માટે કરી શકાય જેના પર જીએસટી લાગતો હોય. નાણામંત્રી નિર્મલા સીતારામને સોમવારે જ આ જાહેરાત કરી છે. તેમને કહ્યું છે કે કર્મચારી વાઉચરનો ઉપયોગ એવા ઉત્પાદન ખરીદવા માટે કરી શકે છે જેના પર 12% થી વધુ જીએસટી લાગે છે. દર ચાર વર્ષમાં સરકાર પોતાના કર્મચારીઓને તેમની પસંદના કોઈ સ્થળે ઉસાફરી કરવા માટે એલટીસી આપે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્યની અટકાયત થતા રોષ, આદિવાસી સમાજે આપી હાઇવે બ્લોક કરવાની ચીમકી

Pritesh Mehta

IND vs AUS: મેચના ચોથા દિવસે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આમ મળ્યા ગળે, જાણો શું હતું કારણ…

Ali Asgar Devjani

ગુજરાત યુનિવર્સીટી ફરી વિવાદમાં, સિન્ડિકેટ સભ્યની નિમણુંકને લઈને ઉઠ્યા સવાલો

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!