GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

ચીન, US અને યુરોપની સરખામણીએ ભારતની અર્થવ્યવસ્થા સૌથી સારી નાણામંત્રીએ કર્યો દાવો

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુકે, વૈશ્વિક ડિમાન્ડમાં ઘટાડો નોંધાયો છે. તેમણે કહ્યુકે, ભારતમાં આર્થિક મંદી નથી. ચીન, અમેરિકા અને યુરોપિય દેશોની તુલનામાં ભારતની અર્થવ્યવસ્થા સૌથી સારી છે. સિતારમણે કહ્યું કે દુનિયાના બાકી દેશો પણ મંદીનો સામનો કરી રહ્યા છે.

દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં ભારતની અર્થવ્યવસ્તા મજબૂત છે. તેમણે કહ્યું કે વૈશ્વિક મંદીને સમજવાની જરૂર છે. ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરને કારણે મંદીની સમસ્યા સમસ્યા સામે આવી રહી છે. વિશ્વભરનો જીડીપીનો ગ્રોથ આ વર્ષે 3.2 ટકા રહેવાની સંભાવના છે. અને તેમાં પણ ઘટાડો થઈ શકે છે. નાણા પ્રધાન નિર્મલા સિતારમણે કહ્યું કે આર્થિક સુધારાની દિશામાં સરકાર સતત કામ કરી રહી છે. સરકારના એજન્ડામાં આર્થિક સુધાર સૌથી ઉપર છે.

નિર્મલા સિતારમણે સરકારે વિદેશી સંસ્થાગત રોકાણકારો પાસેથી કેપિટલ ગેન્સ ટેક્સ પરત લેવાની જાહેરાત કરી છે. આ જાહેરાત બજેટમાં કરાઈ હતી. જે બાદ શેરબજારમાં મોટો કડાકો જોવા મળ્યો હતો. નિર્મલા સિતારમણે કહ્યું કે જીએસટીને આસાન બનાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. વિજયાદશ્મીથી ટેક્સ વિવાદ દૂર થશે. આ દિવસથી લોકો પાસે કોઈપણ પ્રકારે કોઈ અધિકારી પૂછપરછ કરવા નહીં આવે. સાથે જ સરકાર ટેક્સ અને લેબર કાયદામાં પણ સુધારા કરી રહી છે.

નાણા પ્રધાનની મોટી જાહેરાતો

  • ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડવોરને પગલે મંદી
  • વિશ્વના અન્ય દેશોના અર્થતંત્ર સામે ભારતની અર્થવ્યવસ્થા મજબૂત
  • શેયર બજારમાં કેપિટલ ગેન્સમાં સરચાર્જ હટશે
  • રેપોરેટ ઘટતાં જ બેન્કોએ ઘટાડવા પડશે વ્યાજના દર
  • લોન પૂર્ણ થતાં જ બેન્કોએ સિક્યૂરિટી ડોક્યુમેન્ટ 15 દિવસમાં પરત કરી દેવા પડશે.
  • શેરબજારમાં કેપિટલ ગેન્સમાં સરચાર્જ હટશે
  • સ્ટાર્ટ અપ ટેGસ માટે અલગ સેલ બનશે
  • લોન આવેદનની ઓનલાઈન નજર રખાશે
  • લોન પૂરી થયા બાદ બેંકોએ ૧૫ દિવસની અંદર દસ્તાવેજા આપવા પડશે
  • રેપો રેટ ઘટતાં વ્યાજ દર ઘટશે
  • રેપો રેટનો સીધો ફાયદો વ્યાજ દરો સાથે જાડાશે
  • વ્યાજ દર ઘડશે તો ઈએમઆઈ પણ ઘટશે
  • બેંકોએ વ્યાદ દરોમાં ઘટાડાનો ફાયદો ગ્રાહકોને આપવા પડશે
  • ટેGસના નામે કોઈને હેરાન નહીં કરાય
  • પહેલી ઓGટોબરથી કેન્દ્રીય સિસ્ટમથી નોટિસ મોકલાશે
  • જીએસટી રિફન્ડને વધુ સરળ બનાવાશે
  • સરકાર બેંકોને રૂ.૭૦,૦૦૦ કરોડ આપશે
  • વાહનોના રજીસ્ટ્રેશન ફીમાં વધારો જૂન ૨૦૨૦ સુધી નહીં થાય
  • ૩૧ માર્ચ ૨૦૨૦ સુધી ખરીદાયેલા વાહનોમાં બીએસ-૪ માન્ય રહેશે
  • ઈલેGટ્રીક વાહનો, બીએસ-૪ના રજીસ્ટ્રેશન ચાલુ રહેશે

READ ALSO

Related posts

જીવલેણ વાયરસ: સુરતમાં કોરોનાના વધુ 27 કેસ નોંધાવાથી આરોગ્ય તંત્રમાં હડકંપ મચ્યો

pratik shah

કાલુપુર બજારમાં ઓડ-ઈવન પદ્ધતિથી દુકાન ખોલવામાં આવી, ત્રણ દુકાન વચ્ચે એક દુકાન થશે ઓપન

pratik shah

શાબાશ જવાનો : પુલવામા-2 રચવાના માસ્ટરપ્લાનના સેનાએ ફૂરચા ઉડાવી દીધા, મોદી અને દોવાલ થયા એક્ટિવ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!