GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

2019માં 1.30 લાખ કરોડ, 2020માં 2.83 લાખ કરોડ : મોદી સરકાર ખેડૂતો પર વરસી, આવક ડબલ કરવા બજેટ બે ગણુ કર્યું

સરકારે દેશના ખેડૂતોની આવક 2022 સુધીમાં બમણી કરવાનું લક્ષાંક રાખ્યું છે. સરકારે ખેડૂતો માટે 16 પોઈન્ટનો એક્શન પ્લાન તૈયાર કર્યો છે. સરકારે આ માટે બજેટ પણ ડબલ કરી દીધું છે. ખેડૂત સમૃદ્ધ હશે તો જ દેશ સમૃદ્ધ હશે એ સરકાર જાણી રીતે જાણે છે. આ વર્ષે 2.83 લાખ કરોડ રૂપિયાનું બજેટ ફાળવાયું છે. વર્ષ 2019-20માં 1.30 લાખ કરોડ રૂપિયાનું બજેટ ફાળવાયું હતું. વર્ષ 2017-18માં આ આંક 51,567 કરોડ રૂપિયા હતો. વર્ષ 2018માં સરકારે 58 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી. કેન્દ્ર સરકાર સારી રીતે જાણે છે કે, કૃષિક્ષેત્રમાં પ્રગતિ કરવી હશે તો ઓછા બજેટથી કામગીરી થશે નહીં. સરકાર ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયા જમા કરાવી રહી હોવાથી બજેટમાં આ વર્ષે વધારો કરાયો છે.

16 સૂત્રિય કાર્યક્રમ જાહેર

  1. એગ્રીકલ્ચરલ લેન્ડ લીઝીંગ એક્ટ, ૨૦૧૬ પ્રોડ્યુસ લાઈફ સ્ટોક એક્ટ ૨૦૧૭, સર્વીસીઝ ફેસિલિટેશન ૨૦૧૮ને રાજ્ય સરકાર દ્વારા લાગુ કરાવવું.
  2. પાણીની ઉણપને જાતા ૧૦૦ જિલ્લામાં પાણીની વ્યવસ્થા માટે મોટી યોજનાઓ ચલાવવામાં આવશે, કે જેથી ખેડૂતોને પાણીની મુશ્કેલી ન પડે.
  3. પીએમ કુસુમ સ્કીમ અંતર્ગત ખેડૂતોના પંપને સોલાર પંપથી જાડવામાં આવશે. જેમાં ૨૦ લાખ ખેડૂતોને યોજના સાથે જાડવામાં આવશે. આ ઉપરાંત ૧૫ લાખ ખેડૂતોના ગ્રિડ પંપને પણ સોલાર સાથે જાડવામાં આવશે.
  4. પાક વધારવા પર ફોકસ રખાશે જે માટે રાસાયણીક ખાદ્યનો ઉપયોગ ઓછો કરાશે. તે માટે જરૂરી જાણકારી અપાશે.
  5. દેશમાં રહેલા વેરહાઉસ, કોલ્ડ સ્ટોરેજને નાબાર્ડ પોતાના અંડરમાં લેશે અને નવી રીતે તેને ડેવલપ કરાશે. દેશમાં વધુમાં વધુ વેરહાઉસ, સ્ટોરેજ બનાવવામાં આવશે, જે માટે પીપીપી મોડલ અપનાવવામાં આવશે.
  6. મહિલા ખેડૂતો માટે ધન્ય લક્ષ્મી યોજનાની જાહેરાત કરવામાં આવી, જે અંતર્ગત પાક સાથે જાડાયેલી યોજનાઓમાં મહિલાઓને જાડવામાં આવશે.
  7. દૂધ, માંસ, માછલી સહિત જલદી ખરાબ થઈ જતી વસ્તુઓને બચાવવા માટે વાતાનુકુલિત કિસાન રેલ કોચ ચલાવવામાં આવશે.
  8. કૃષિ ઉડ્ડયન યોજનાને શરૂ કરાશે. ઈન્ટરનેશનલ, નેશનલ રૂટ પર આ યોજનાને શરૂ કરવામાં આવશે.
  9. બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે જિલ્લા સ્તરે યોજના લાવવામાં આવશે.
  10. એકીકૃત કૃષિ પ્રણાલી અંતર્ગત મધમાખી ઉછેર કેન્દ્ર પર જાર અપાશે.
  11. કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાને ૨૦૨૧ માટે વધુ મહત્વ અપાશે.
  12. દૂધની પ્રોડ્કટને બમણી કરવા માટે સરકાર દ્વારા વધુ યોજના ચલાવવામાં આવશે. ૨૦૨૫ સુધી દૂધ ઉત્પાદન બમણું એટલે કે લગભગ ૧૦૮ મિલિયન મેટ્રિક ટન કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
  13. મનરેગા અંતર્ગત પશુધનને જાડવામાં આવશે.
  14. બ્લૂ ઈકોનોમી અંતર્ગત માછલીના ઉછેરને મહત્વ આપવામાં આવશે. તેમજ ફિશ પ્રોસેસિંગ પર પણ જાર અપાશે.
  15. યુવાનો અને મતસ્ય વિસ્તાર પર પણ કામ કરાશે. સાગર મિત્ર અંતર્ગત ૫૦૦ માછલી ખેડૂત ઉત્પાદકોનું સંગઠન બનાવવામાં આવશે.
  16. ખેડૂતોને આપવામાં આવતી મદદને દીનદયાળ યોજના અંતર્ગત જાર આપવામાં આવશે. ઝીરો બજેટ નેચરલ ફાર્મિગને પણ મજબૂત કરી ખેડૂતોને પ્રેરિત કરવામાં આવશે.

દેશના 20 લાખ ખેડૂતોને સોલાર પંપ મળશે

પીએમ કિસાન યોજનાથી ખેડૂતોને હવે લાભ મળતો થયો છે. દેશના 6.11 કરોડ ખેડૂતોને વીમા યોજનાનો લાભ મળ્યો છે. કુસુમ યોજનાથી ખેડૂતોને સોલાર પંપ આપવામાં આવશે. દેશના 20 લાખ ખેડૂતોને સોલાર પંપ મળશે. આ ઉપરાંત પંચાયત લેવલે કોલ્ડ સ્ટોરેજ અને વેર હાઉસ બનાવવામાં આવશે,, જૈવિક ખેતી માટે પોર્ટલની રચના કરવામાં આવશે. ખેડૂતો માટે સરકારે 15 લાખ કરોડનું જાહેર કર્યું છે. નવા દશકાનું પહેલું બજેટ રજૂ કરતાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ખેડૂતોને ધ્યાનમાં રાખીને 16 મુદ્દાઓની યોજના જાહેર કરી. બજેટ ભાષણમાં નાણાં મંત્રીએ ખેડૂતોની આવક 2022 સુધી બમણી કરવા સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું. આ ઉપરાંત ખેડૂતો માટે નવા માર્કેટ ખોલવાની વાત પર પણ ભાર આપ્યો.

સરકારના ગુણગાન ગાયા

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ખેડૂતો પર ફોકસ કરતાં મોદી સરકાર ખેડૂતો માટે કેટલી સંવેદનશીલ છે તે જણાવ્યું છે. જે અંતર્ગત નાણાં મંત્રીએ મોદી સરકારે ખેડૂતો માટે અનેક નવી યોજનાઓને લાગુ કરી હોવાનું જણાવ્યું. સીતારમણે સરકાર દ્વારા કૃષિ વિકાસ યોજનાને લાગુ કરવાની વાત જણાવી, તેમજ પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત કરોડો ખેડૂતોને ફાયદો પહોંચાડ્યો હોવાનું પણ જણાવ્યું. નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણની શરૂઆતમાં મોદી સરકારને બહુમતી મળી તે વાતનો ઉલ્લેખ કરી મોદી સરકારની નીતિઓને કારણે જનાદેશ મળ્યો હોવાનું જણાવ્યું. નાણાં મંત્રીએ આ બજેટને દેશની આકાંક્ષાઓનું બજેટ ગણાવ્યું. આ ઉપરાંત ખેડૂતો માટે 16 મુદ્દાઓની યોજના પણ જાહેર કરી છે.

Related posts

ખેડૂતો માટે ખરીફ ટેકાના ભાવ થયા જાહેર, એમએસપીમાં 2.1 ટકાથી 12.7 ટકા થયો વધારો

Harshad Patel

ગુજરાતમાં 3 ધારાસભ્યો સહિત 7 કોર્પોરેટરોને લાગ્યો કોરોનાનો ચેપ, એકનું મોત

Harshad Patel

APMC Actમાં બદલાવ સાથે વધશે આજે ટેકાના ભાવ, કેબિનેટ બેઠક બાદ મોદી સરકાર ખેડૂતોને આપશે મોટી ખુશખબર

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!