GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

FPI પર હટાવી દીધો ટેક્સ, 1 ઓક્ટોબરથી નહી કરે કોઈ આયકર અધિકારી પરેશાન : નાણામંત્રી

નાણામંત્રી નિર્મલા સીતારમણે અર્થવ્યવસ્થામાં વ્યાપ્ત મંદીને નજરઅંદાજ કરતાં કહ્યુ કે, આર્થિક સુધારા પર સરકાર સતત કામ કરી રહી છે. તેની સાથે જ આખી દુનિયામાં હાલમાં મંદીનો માહોલ છવાયેલો છે, પરંતુ ભારત ઉપર તેની અસર નહી પડે. તેની સાથે જ સરકારે વિદેશી સંસ્થાગત રોકાણકારો પાસેથી કેપિટલ ગેઈન ટેક્સ પાછો લેવાની જાહેરાત કરી હતી. જેની જાહેરાત બજેટમાં કરવામાં આવી હતી. ત્યારબાદ શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

સૌથી ઉપર ગ્રોથ એજન્ડા

નાણામંત્રીએ કહ્યુકે, અમે પ્રી-ફિલ્ડ આઈટી રિટર્ન તરફ વધી રહ્યા છીએ. અમારી અર્થવ્યવસ્થાનો મોમેન્ટમ ખતમ થયો નથી. અમારા માટે ગ્રોથનો એજન્ડા સૌથી ઉપર છે. સાથે જ ESICમાં પણ રાહતની જાહેરાત કરી હતી. અધિગ્રહણ-વિલય માટે સરળતાથી અનુમતિ મળી રહી છે. તેની સાથે જ ડિફરેન્શિયલ વોટિંગ રાઈટ્સમાં પણ સંશોધન કરવામાં આવ્યુ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુકે, ભારતની અર્થવ્યવસ્થા સારી સ્થિતિમાં છે. દુનિયાની સરખામણીએ ભારતમાં કોઈ પણ પ્રકારની ખરાબ પરિસ્થિતી નથી. આખી દુનિયામાં ઉથલ-પાથલ મચેલી છે. ઘણી સંસ્થાઓનુ કહેવું છેકે, ગ્લોબલ ડિમાન્ડ નબળી થઈ રહી છે. તેમણે કહ્યુકે, અમેરિકા અને જર્મનીમાં યીલ્ડ કર્વ્સ ઉલ્ટુ થઈ ગયુ છે. તેનાથી સ્પષ્ટ થાય છેકે, આ દેશોમાં ઉપભોગ ઘટી ગયો છે.

ટેક્સનાં મોર્ચે બદલાવ

નિર્મલા સીતારમણે કહ્યુકે, દરેક ટેક્સ એસેસમેન્ટનું કામ ત્રણ મહિનાની અંદર પુરપ કરવામાં આવશે. સ્ટાર્ટઅપ રજીસ્ટર્ડ કરાવવા દરમ્યાન ઈનકમ ટેક્સનું સેક્શન 56 2(b) લાગૂ નહી થાય. તેની સાથે જ તેમણે સ્ટાર્ટઅપ્સ માટે એંજલ ટેક્સ ખતમ કરી દીધો છે.

વિદેશી સંસ્થાગત રોકાણકારોને આપી મોટી રાહત

નાણામંત્રીએ વિદેશી સંસ્થાગત રોકાણકારોને મોટી રાહત આપતા કહ્યુકે, કેપિટલ માર્કેટમાં રોકાણને પ્રોત્સાહન આપવા માટે એફપીઆઈ પર સરચાર્જ હટાવવાનો નિર્ણય કર્યો છે. તેનાથી માર્કેટમાં ફંડનો પ્રવાહ ફરીથી પહેલાં જેવો થઈ જશે. સ્થાનિક રોકાણકારો માટે પણ ઈનકમ ટેક્સ સરચાર્જમાં વધારો રદ્દ કરી દેવામાં આવ્યો છે. નિર્મલા સીતારમણે કહ્યુકે, ઈક્વિટીના લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન પર સરચાર્જ વધારવાના નિર્ણયને પાછો ખેંચી લેવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

Coronaમાં કપરોકાળ : 82 ટકાએ કહ્યું ખિસ્સામાં પૈસા નથી, આવશે ભયાનક મંદી

Arohi

ગુજરાતમાં કોંગ્રેસમાંથી એક જ સિંહ રાજ્યસભામાં જશે : ભાજપે એક કાંકરે બે પક્ષી માર્યા, કોંગ્રેસમાં યાદવાસ્થળી થશે

Bansari

કોંગ્રેસ માટે કોરોનામાં કપરોકાળ : રાજ્યસભાની ચૂંટણી પડી ભારે, 7 ધારાસભ્યોએ આપ્યા રાજીનામા

Karan
Do NOT follow this link or you will be banned from the site!