GSTV

બજેટ 2021માં નાણામંત્રી કરી શકે છે વ્હિકલ સ્ક્રેપ પોલિસીની જાહેરાત, નવી કાર ખરીદીમાં તમને થશે આ મોટો લાભ

કોરોના સમયગાળા દરમિયાન, ઓટોમોબાઈલ ઉદ્યોગને જોરદાર ફટકો પડ્યો હતો. આ કિસ્સામાં, નાણાંમંત્રીએ ઓટો ઉદ્યોગને વેગ આપવા અને કાર ગ્રાહકોને રાહત આપવા માટે વાહન સ્ક્રેપેજ પોલિસીની આગામી બજેટમાં જાહેરાત કરી શકે છે. નાણાં મંત્રાલયના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે આ અંગેની જાહેરાત 1 ફેબ્રુઆરી, 2021 ના ​​રોજ કરવામાં આવે તેવી શક્યતા છે.

15 વર્ષ જૂના વાહનોને ફેસઆઉટ કરવા માટે કડક સ્ક્રેપેજ નીતિ તૈયાર કરી

સરકારે 15 વર્ષ જૂના વાહનોને ફેસઆઉટ કરવા માટે કડક સ્ક્રેપેજ નીતિ તૈયાર કરી છે. સરકારની દલીલ છે કે વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે જૂના વાહનોને હતોત્સાહ કરવા જરૂરી છે. આ હેતુ માટે જ સરકારે આ ખૂબ મહત્વાકાંક્ષી નીતિ ઘડી છે. સ્ક્રેપેજ નીતિનો હેતુ 15 વર્ષ જૂના વાહનોને દૂર કરવાની છે. આ માટે વાહનોના રી રજીસ્ટ્રેશન-ફરીથી નોંધણી પર અનેકગણી વધારે ફી લેવાનો પ્રસ્તાવ છે.

વાહનોના ફરીથી નોંધણી પર તગડી ફી લેવાનો પ્રસ્તાવ

સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્ક્રેપેજ નીતિમાં જૂની કારની ફરીથી નોંધણી ફી વધારીને રૂ. 15,000 સુધી કરાઈ શકે છે. એટલું જ નહીં, દર 6 મહિને કોમર્શિયલ વાહનો માટે ફીટનેસ સર્ટિફિકેટ રિન્યુ કરવાની તેમજ ફિટનેસ સર્ટિફિકેટ ફીમાં પણ મોટો વધારો કરવાનો પણ પ્રસ્તાવ છે. સ્ક્રેપેજ નીતિનો ઉદ્દેશ 15 વર્ષ જુના વાહનોની ખરીદી ઓછી થાય તેમ કરવાનો છે. આ માટે, વાહનોના ફરીથી નોંધણી પર તગડી ફી લેવાનો પ્રસ્તાવ છે.

પ્રદુષણ ઘટવા સાથે ઓટોમોબાઈલ ક્ષેત્રને પણ ફાયદો થશે

ઉદાહરણ તરીકે, જો તમે ઓટો સ્ક્રેપેજ નીતિના અમલ પછી કોઈ કાર ખરીદો છો તેની કિંમત 10 લાખ રૂપિયા છે તો તેના પર 30 ટકાના હિસાબે તમને લગભગ 3 લાખ રૂપિયા જેટલું ડિસ્કાઉન્ટ મળશે. જે પછીથી આ કારની કિંમત 7 લાખ રૂપિયા થઈ જશે. આ નીતિથી માત્ર પર્યાવરણીય પ્રદૂષણ ઘટાડવામાં જ મદદ કરશે નહીં પરંતુ ઓટોમોબાઈલ ક્ષેત્રને પણ ફાયદો થશે. કારણ કે મંદી અને મહામારીને કારણે ઓટોમોબાઈલ કંપનીઓને ભારે હાલાકી વેઠવી પડી છે. ઓટોમોબાઈલ ક્ષેત્ર પણ ઓટો સ્ક્રેપેજ નીતિને સમર્થન આપી રહ્યું છે અને તે ટૂંક સમયમાં ભારતમાં લાગુ થઈ શકે છે.

કેન્દ્ર સરકારની મંજૂરી મળતાં જ આ નીતિને દેશભરમાં લાગુ કરવામાં આવશે

ગતવર્ષે સપ્ટેમ્બર 2020 માં ઓટોમોટિવ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (Acma) ના વાર્ષિક સત્રમાં બોલતા માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે ઓટો સ્ક્રેપેજ નીતિને નવા ઓપ અપાઈ રહ્યા છે જે અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં ભારતમાં તેની કડકાઈ સાથે અમલવારી થશે. ગડકરીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારની મંજૂરી મળતાં જ આ નીતિને દેશભરમાં લાગુ કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ધોરાજી: કોંગ્રેસના ગઢ ગણાતા લલિત વસોયાના ગઢમાં ગાબડુ, 9 સીટ પર ભાજપનો ભગવો લહેરાયો

Pravin Makwana

વિક્રમ માડમના ઉત્તરાધિકારી પુત્ર દ્વારકામાં ચૂંટણી હાર્યા તો સાબરકાંઠામાં ખેડબ્રહ્માના ધારાસભ્ય પુત્રને ન જીતાડી શક્યા

Pravin Makwana

વાહ ! ભારતમાં ઈન્ટરનેટ સેવા આપશે એલન મસ્કની કંપની starlink, આવી રીતે કરો રજીસ્ટ્રેશન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!