નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં મહિલાઓનું પણ ખાસ ધ્યાન રાખ્યું છે. તેમણે મહિલાઓ માટે એક બચત યોજના રજૂ કરી છે. જેમાં રોકાણકારને સરકાર 7.75 ટકા વ્યાજ ચુકવશે.નાણામંત્રી સીતારમણે બજેટમાં મહિલાઓ માટે વિશેષ બચત યોજનાની જાહેરાત કરી. આ બચત યોજનાનું નામ મહિલા સન્માન બચત પત્ર રાખવામાં આવ્યું છે. આ 2 વર્ષની મુદતવાળી એક લમ્પસમ ડિપોઝિટ સેવિંગ સ્કીમ છે. સરકાર મહિલા સન્માન બચત પ્રમાણપત્રો બહાર પાડશે. જેનો સમયગાળો બે વર્ષનો હશે. બે વર્ષ સુધી મહિલા અથવા બાળકીના નામે બે લાખ રૂપિયા સુધીની રકમ જમા કરાવી શકાય. નાણામંત્રીએ કહ્યું કે આ યોજના હેઠળ રોકાણકારને સરકાર વાર્ષિક 7.75 % વ્યાજ આપશે. આ યોજના હેઠળ વર્ષ 2025 સુધી રોકાણ કરી શકાય છે. આ સિવાય સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ હેઠળ 15 લાખ રૂપિયાની મર્યાદા વધારીને 30 લાખ રૂપિયા કરાઈ છે.. ઉપરાંત, માસિક આવક ખાતાની યોજના હેઠળ, 4.5 લાખ રૂપિયાની વર્તમાન મર્યાદાને વધારીને 9 લાખ રૂપિયા કરવામાં આવી છે.