કેન્દ્રીય બજેટ બનાવવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. બજેટ બનાવવાની અંતિમ પ્રક્રિયાના રૂપમાં રસમ તરીકે ઉજવનાપ હલવા સેરેમનીનું આયોજન શનિવારે કેન્દ્રીય નાણામાંત્રી નિર્મલા સીતારમણની હાજરીમાં કરવામાં આવ્યું છે. તો નાણામંત્રીએ ‘યૂનિયન બજેટ મોબાઈલ એપ’ લોન્ચ કરી છે. તે સાથે જ પેપરલેસ બજેટની શરૂઆત થઈ ગઈ છે. આઝાદી બાદથી પ્રથમ વખત બજેટની પ્રિંટિંગ થઈ રહી નથી. ‘યૂનિયન બજેટ મોબાઈલ એપ’ થકી સાંસદ અને સામાન્ય જનતા બજેટ સાથે જોડાયેલ ડૉક્યૂમેન્ટ્સ મેળવી શકશે.
✅Final stage of Union Budget 2021-22 commences with Halwa Ceremony
— Ministry of Finance (@FinMinIndia) January 23, 2021
✅Finance Minister Smt. @nsitharaman launches “Union Budget Mobile App” to provide easy and quick access to Union Budget information to all stakeholders
(1/9)
Read More➡️ https://t.co/J0eQucnwlf pic.twitter.com/a0GfX5fBb2
બજેટનું કાગળ પર પ્રિંટિંગ થશે નહી
આ વર્ષે કોરોનાના કારણે બજેટનું કાગળ પર પ્રિંટિંગ થશે નહી. તે સિવાય આર્થિક સમીક્ષા (ઈકોનોમિ સર્વે)નું પણ કાગળ પર છપાવવામાં આવ્યું નથી. આર્થિક સમીક્ષા 29 જાન્યુઆરીના સંસદના પટલ પર રાખવામાં આવશે. આ વર્ષે આ બંને દસ્તાવેજ ઈલેક્ટ્રોનિક રૂપમાં સાંસદને આપવામાં આવશે.
29 જાન્યુઆરી 15 ફેબ્રુઆરી સુધી ચાલશે બજેટ સત્ર
બજેટ સત્રનું પ્રથમ ચરણ 29 જાન્યુઆરીથી શરૂ થશે અને 15 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થઈ જશે. તો બજેટનું બીજી સત્ર 8 માર્ચથી 8 એપ્રિલ સુધી ચાલશે. 29 જાન્યુઆરીના રાષ્ટ્રપતિના સંબોધન સાથે બજેટ સત્રની શરૂઆત થશે. 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવશે. કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ જણાવ્યું છે કે, બજેટ સત્રનો બીજો તબક્કો 8 માર્ચથી 8 એપ્રિલ સુધીનો રહેશે. તેમણે કહ્યું કે, સત્ર દરમિયાન કોવિડ -19 પ્રોટોકોલનું યોગ્ય રીતે ધ્યાન આપવામાં આવશે.
READ ALSO
- ખુશખબર/ જાહેર થયા પાક ઉત્પાદનના અંદાજો : 30.33 કરોડ ટન અનાજ પેદા થશે, જાણી લો કયા પાકનું કેટલું થશે ઉત્પાદન
- IND VS ENG : નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ હતી ખરાબ? જાણો આ અંગે ICCના શું છે નિયમો
- ખેડૂતો માટે સારા સમાચાર/ હવે આ ખેતી પર અડધા પૈસા સરકાર આપશે, લાખો કમાવવાનો અવસર
- સલાહ/ આકર્ષક ફિગર જોઈએ તો કરીના કપૂરના આ વેટ લોસ સીક્રેટને કરો ટ્રાય, ઝીરો ફિગરના માલિક બની જશો
- બાલાકોટ એરસ્ટ્રાઈક : આજના દિવસે બે વર્ષ પહેલાં ભારતે પુલવામા હુમલાનો લીધો હતો બદલો, 1,000 કિલોના વરસાવ્યા હતા બોમ્બ