નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2023માં ઘણી મોટી જાહેરાતો કરી છે જેમાં દરેક વર્ગના લોકો માટે કંઈક ખાસ હોય છે. બજેટમાં મહિલાઓને મોટી ભેટ આપતા નાણામંત્રીએ મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. જેમાં મહિલાઓને 2 લાખની બચત પર 7.5% વ્યાજ મળશે. આ મહિલા સન્માન બચત પ્રમાણપત્ર વર્ષ 2025 સુધી બે વર્ષ માટે રહેશે. આ દ્વારા મહિલાઓ સારી બચત કરી શકે છે. સરકારની આ જાહેરાતની ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ યોજના હેઠળ, મહિલા અથવા બાળકીના નામે ડિપોઝિટ કરી શકાય છે. આ હેઠળ, મહત્તમ જમા રકમ બે લાખ રૂપિયા રાખવામાં આવી છે અને આંશિક ઉપાડની સુવિધા પણ યોજનામાં હશે. તેમણે એમ પણ કહ્યું કે દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે ગ્રામીણ મહિલાઓને એકત્ર કરીને 81 લાખ સ્વ-સહાય જૂથોની રચના કરવામાં આવી છે.

એસસીએસએસમાં રોકાણની મર્યાદા વધી
નાણામંત્રીએ કહ્યું કે પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ નાના ખેડૂતોને 2.25 લાખ કરોડ રૂપિયાથી વધુની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી છે. આ સાથે જ આ યોજના હેઠળ લગભગ ત્રણ કરોડ મહિલા ખેડૂતોને 54,000 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.
સીતારમને સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (એસસીએસએસ)માં રોકાણ કરી શકાય તેવી મહત્તમ રકમ વધારીને 30 લાખ રૂપિયા કરવાની પણ જાહેરાત કરી હતી. આ રકમ હવે 15 લાખ રૂપિયા છે. પોસ્ટલ મંથલી ઈન્કમ સ્કીમ (પીએમઆઇએસ)ની મર્યાદા પણ વધારવામાં આવી છે. હવે 4.5 લાખના બદલે 9 લાખ રૂપિયા સુધીનું રોકાણ એક વ્યક્તિના નામે કરી શકાય છે.
સરકારે પીએમ-કિસાન યોજના હેઠળ 2.2 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ સાથે ખેડૂતો માટે કૃષિ સંબંધિત કામો માટે બેંકો પાસેથી લોન લેવી વધુ સરળ બનશે. પીએમ કિસાન ઉપરાંત નાણામંત્રી બાગાયત પ્રોજેક્ટ માટે 2200 કરોડની રકમ જાહેર કરશે. તેમણે કહ્યું કે પર્યાવરણની રક્ષા સાથે વિકાસ કરીશું. આ ઉપરાંત આ વર્ષે ખેડૂતોને ક્રેડિટ કાર્ડ દ્વારા 20 લાખ કરોડ સુધીની લોનનું વિતરણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
READ ALSO
- શું તમે ITR-U ફાઇલ કરવાનું ચૂકી ગયા છો ? તો તમારી પાસે છે માત્ર 2 દિવસની તક…
- લગ્નેત્તર સંબંધોને લઈને આલિયાએ પિતાને આપ્યો સાથ, લોકોએ લીધી આડે હાથ
- Ram Navami/ ભગવાન રામ પાસેથી આજે પણ આ ગુણો શીખવા જેવા છે
- હાથના કર્યા હૈયે વાગ્યા/ માસૂમના હાથમાં પકડાવી દીધી ગન, પછી જે થયું તે તમે જાતે જ જોઈ લો
- તેરી આંખોમે મેરા દિલ ખો ગયા… હસીકા દિવાના તેરા હો ગયા! બોલિવુડની હસીનાઓ ને દિલ આપી બેઠા છે આ રાજનેતાઓ