GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

BJP માટે “અશુભ ઓગષ્ટ”, બાજપેયી, સુષ્મા અને હવે જેટલી આ મહિને જ દુનિયાને કહ્યુ અલવિદા

પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીનું શનિવારે એમ્સમાં 66 વર્ષની ઉંમરે નિધન થયુ છે. તેઓ છેલ્લાં લાંબા સમયથી બિમાર રહ્યા હતા. અને એઈમ્સમાં તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. બીજેપી માટે ઓગષ્ટનો મહિનો ઘણો ખરાબ રહ્યો છે. પાર્ટીનાં અનેક નેતાઓનું નિધન ઓગષ્ટ મહિનામાં થયુ છે. જે નેતાઓનું ઓગષ્ટમાં નિધન થયુ છે. તેમાં પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપેયી, પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અને હવે પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલી છે.

ઉલ્લેખનીય છેકે, આ ત્રણેય નેતાઓએ બીજેપીને બનાવવા માટે ઘણું મોટું યોગદાન આપ્યુ છે. અટલ બિહારી બાજપેયી બે સીટોવાળી બીજેપીને કેન્દ્રની સત્તામાં લાવ્યા હતા. તેમણે પોતાની રાજકીય કુશળતાથી ઉત્તરથી દક્ષિણના રાજ્યોમાં બીજેપીનો વિસ્તાર કર્યો હતો. સુષમા સ્વરાજથી લઈને અરૂણ જેટલીએ પણ પાર્ટીના વિસ્તારમાં મહત્વની ભૂમિકા નિભાવી છે. અરૂણ જેટલીને પાર્ટીનાં પ્રમુખ રણનીતિકાર માનવામાં આવે છે. વિધાનસભા ચૂંટણીથી લઈને લોકસભા ચૂંટણીમાં તેઓ પાર્ટીની રણનીતિ બનાવતા હતા.

અરૂણ જેટલીએ નાણામંત્રી રહેતાં અનેક એવા નિર્ણયો લીધા છે જે વર્ષો સુધી યાદ રહેશે. મોદી સરકારે આર્થિક મોર્ચે ઘણા મોટો નિર્ણયો લીધા જેમાં GST, IBC પ્રમુખ છે. અરૂણ જેટલીએ નાણામંત્રી રહેતાં દેશમાં મોંઘવારી પર પણ કાબૂ મેળવ્યો હતો. NPA ભારને બેંકો ઉપરથી ઘટાડવા માટે અરૂણ જેટલીએ અનેક પ્રયાસો કર્યા હતા. એસબીઆઈની ગ્રુપ બેંકોને એક કરવા માટેના તેમના પ્રયાસોને યાદ રાખવામાં આવશે.

READ ALSO

Related posts

કર્ણાટકે આ 5 રાજ્યોના પ્રવાસીઓ પર મૂક્યો પ્રતિબંધ : ટ્રેન, ફ્લાઈટ કે પ્રાઈવેટ વાહનોથી પણ નહીં જઈ શકાય

Karan

લોકડાઉનમાંથી હવે ભગવાનને મળશે છૂટ, આ તારીખથી ગુજરાતમાં ખૂલી શકે છે મંદિરો

Mansi Patel

જુગારધામમાં સુરત શહેર હોમગાર્ડ પ્લાટૂંન કમાન્ડન્ટ ઝડપાયો, કાર્યવાહી કરવામાં તંત્રના આંખ આડા કાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!