ગુજરાતમાં ગુરુવારે પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે સરકારી કર્મચારીઓએ છેલ્લી ઘડીએ હુકમનુ પત્તુ ખોલ્યુ છે. સોશિયલ મિડીયા પર અપીલ કરાઇ છે કે, આ વખતે એવું મતદાન કરજો કે, આંદોલન કરવા માટે ગાંધીનગર જવું ન પડે. કર્મચારીઓએ સ્ટેટસ પર જૂની પેન્શન યોજના અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવાને લઇને સૂત્રો-પોસ્ટરો મૂકી સમજી વિચારીને મતદાન કરવા અપીલ કરવામાં આવી છે.

યાદ રાખજો, જૂની પેન્શન યોજના – ફિક્સ પે પ્રથા, ગ્રેડ-પેની વિસંગતતાનો હજુ ઉકેલ આવ્યો નથી
કોંગ્રેસ અને આપે ગુજરાતમાં જો સરકાર રચાશે તો જૂની પેન્શન યોજના અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા વચન આપ્યું છે પણ ભાજપે ચૂંટણી ઢંઢેરામાં આ વિશે કોઇ ઉલ્લેખ કર્યો નથી. હવે જયારે આવતીકાલે મતદાન થવાનું છે ત્યારે કર્મચારીઓ જાણે સોશિયલ મિડીયાના મેદાને આવ્યા છે.
મહેસૂલ વિભાગ સહિત અન્ય કર્મચારીઓએ સ્ટેટસ પર પોસ્ટર મૂક્યા છે જેમાં ઉલ્લેખ કરાયો છે કે, યાદ રાખજો, ફિક્સ પે પ્રથા નાબૂદ કરાઇ નથી. જૂની પેન્શન યોજનાનો અમલ ગુજરાતમાં કરાયો નથી. રહેમરાહે નોકરી વિશે કોઇ ઉલ્લેખ કરાયો નથી. ગ્રેડે પેની વિસંગતતા દૂર કરાઇ નથી. એ વાત પણ પોસ્ટર થકી રજૂ કરવામાં આવી છે કે, મત એવી જગ્યાએ આપજો કે, આંદોલન કરવા ગાંધીનગર જ જવું ન પડે.
કાર્ટુન સાથે એક ચિત્ર રજૂ કરાયું છે જેમા પૂછવામાં આવ્યું કે, પેન્શન માટે મતદાન કરશો તો અન્ય કર્મચારીઓ હા પાડી રહ્યા છે. એવું સૂત્ર પણ રજૂ કરાયું છે કે, ગુજરાત રાજ્ય કર્મચારી એકતા, મતદાનથી થશે સપના સાકાર, ગુજરાત-૨૦૨૨. સારાને ચૂંટીએ, મારાને નહીં.
ટૂંકમાં, કર્મચારીઓ આંદોલનને શાંત પાડવામાં સરકાર સફળ રહી છે પણ અંદરખાને વિરોધનો વંટોળ ભભૂક્યો છે તે સોશિયલ મિડીયા પરથી અંદાજ આવી શકે તેમ છે. મતદાનના સમયે કર્મચારીઓની નારાજગી ભાજપની જીતમાં અવરોધ ઉભો કરી શકે છે.
READ ALSO
- Assamમાં કિશોરી સાથે પરણનારા સામે પોક્સો : 2 હજારની ધરપકડ
- જાણો આજનુ પંચાંગ તા.4-2-2023, શનિવાર
- જાણો તમારું આજનું 04 ફેબ્રુઆરી, 2023નું રાશિ ભવિષ્ય
- કચ્છના રણમાં 7 થી 9 ફેબ્રુઆરી દરમિયાન G-20 પ્રવાસન કાર્યકારી જૂથની પ્રથમ બેઠક યોજાશે
- આ 6 પ્રકારની સમસ્યા આપી શકે છે હાર્ટએટેકને આમંત્રણ, જાણો હાર્ટએટેકથી બચવાના ઉપાય