GSTV
Home » News » BB 12: આખરે સામે આવ્યો અનુપ જલોટા અને જસલીનનાં બ્રેકઅપ પાછળનો માસ્ટર માઈન્ડ ચહેરો

BB 12: આખરે સામે આવ્યો અનુપ જલોટા અને જસલીનનાં બ્રેકઅપ પાછળનો માસ્ટર માઈન્ડ ચહેરો

BB સિઝન 12ની સૌથી પ્રખ્યાત જોડી આ સમયે તૂટી ગઈ છે. કુરબાનીના ટાસ્કમાં જસલીન દ્વારા અનુપ જલોટા માટે કુરબાની ન આપવાથી બંનેના સંબંધમાં કડવાશ આવી છે.અનુપ જલોટા જસલીન સામે એટલા ગુસ્સે થયા કે તેણે શોમાં ત્રણ વર્ષના જુના સંબંધને તોડી નાખવાની જાહેરાત કરી હતી.

જસલીને બ્રેકઅપનો જબદાર રોમિલને ગણાવ્યો. એકવખત કુર્બાની ટાસ્ક પછી જસલીન અને અનુપ જલોટા એકસાથે બેઠા હતાં ત્યાં રોમિલ આવે છે અને બોલે છે કે જલોટાજી તમે જલલીનને આટલી જલ્દીથી કેવી રીતે માફ કરી શકો ? એટલેજસલીન રોમીલને કહે છે કે તારો બકવાશ બંધ કર.

અનુપ જલોટા રોમિલને કહે છે કે હા, મને ખરાબ લાગ્યું છે પરંતુ હવે હું શું કરી શકું? વળતા ઉત્તર આપતાં રોમિલ અનુપ જલોટાને કહે છે કે જે છોકરી તમારા માટે મેકઅપ અને કપડાંનો ત્યાગ કરી ન શકે તમે એવી છોકરી સાથે કેવી રીતે રહી શકો છો? અનુપ જલોટા રોમિલને કહે છે કે તુ સાચો છે. ત્યારબાદ અફવા ફેલાય છે કે પછી બીજા દિવસે, અનૂપ જલોટાએ જસલીન સાથે બ્રેકઅપ કરી લીધું.

જેસલીન તેના સંબંધો તોડવા પાછળનું કારણ રોમિલને ઠરાવે છે. અનુપ જલોટાએ બ્રેકઅપ જાહેર કર્યા પછી, તે રોમિલને કહે છે કે તે હુ તારી સાથે વાત કરવા નથી માંગતી.

ઉલ્લેખનીય છે કે પુત્રીના બ્રેકઅપથી જસલીનનાં પાપા ખૂબ ખુશ છે. કેટલાક મીડિયા અહેવાલો અનુસાર, જેસલીન માથારૂના પિતાએ બિગ બોસના ઘરે જવાની ઇચ્છા વ્યક્ત કરી છે. શોના નિર્માતાને કેસર માથારુએ ઘરની અંદર જવાની માંગ કરી હતી, પરંતુ અત્યારે અંદર જવાની મનાઈ કરવામાં આવી છે.

Related posts

નોર્થ કોરિયાએ જીત્યું 2019 ઈન્ટરકોન્ટિનેંટલ કપનો ખિતાબ, ફાઈનલમાં તઝાકિસ્તાનને હરાવ્યું

Path Shah

સ્વતંત્રતા દિવસનાં રાષ્ટ્રજોગ ભાષણ માટે PM મોદીએ લોકો પાસે સુચનો મંગાવ્યા

Riyaz Parmar

માછીમારને બંધ બોટલ માંથી મળી 50 વર્ષ જુની ચિઠ્ઠી, લખ્યો હતો આ સંદેશ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!