GSTV
ANDAR NI VAT Trending

અંતે અશોક ગેહલોત મુખ્યમંત્રીપદ છોડવા રાજી થયા

અશોક

હું એક સાથે ત્રણ પદ સંભાળી શકું છું, એવું હજુ બે દિવસ પહેલાં કહેનારા અશોક ગેહલોત અંતતઃ રાજસ્થાનનું મુખ્યમંત્રીપદ છોડવા રાજી થઈ ગયા છે. ગેહલોતને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની વાત લાંબા સમયથી ચાલતી હતી પરંતુ તેમને મુખ્યમંત્રીપદ છોડવાના બદલામાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ સ્વીકાર્ય નહોતું. મતલબ કે તેઓ બે લાડવા ખાવા માગતા હતા. બંને ગલોફામાં લાડવા ભરાવી રાખવા માગતા હતા.

જો એમ ન થાય તો એવા કિસ્સામાં તેઓ રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવા માગતા હતા પરંતુ રાહુલ ગાંધી એકના બે ન થતાં અંતે અશોક ગેહલોતે નમતુ જોખવું પડ્યું છે. હવે તેમનો પ્રયાસ સચિન પાયલટને મુખ્યમંત્રી બનતાં રોકવાનો છે. તેમાં પણ તેમનું ધાર્યુ થાય એવી શક્યતા ખૂબ ઓછી છે. કારણ કે રાજસ્થાનના મોટાભાગના ધારાસભ્યોનું સચિન પાયલટને સમર્થન છે.

પાયલટ

વળી રાજસ્થાનમાં કોંગ્રેસ હાઈકમાન્ડ સચિન પાયલટને બદલે અશોક ગેહલોતના વિશ્વાસુને મુખ્યમંત્રી બનાવે તો કોંગ્રેસ એ જ સમસ્યામાં ફસાયેલી રહે જેમ અત્યાર સુધી ફસાયેલી રહી છે. તેના પર ફરીથી રીમોટ કન્ટ્રોલ સરકાર અને બેકસીટ ડ્રાઈવીંગના આરોપ લાગે જે અત્યાર સુધી લાગતા આવ્યા છે. જેના પરિણામે 2023માં ભાજપ સરળતાથી રાજસ્થાન કોંગ્રેસના હાથમાંથી આંચકી લે. રાહુલ ગાંધી એમ નહીં થવા દે તે સ્પષ્ટ છે અને તે જ કોંગ્રેસના હિતમાં છે.

Read Also

Related posts

કમલનાથે ફોન કરીને રાજીનામુ આપવા કહ્યું તો પણ ગેહલોત ન માન્યા

Damini Patel

ગેહલોતના નામ પર ચોકડી લાગ્યા પછી કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં આ નામોની ચાલી રહી છે ચર્ચા

Hemal Vegda

OMG/ કબ્રસ્તાનમાં અચાનક જીવતી થઇ ડેડબોડી, તાબૂત ખખડાવતા કહ્યું, “હું જીવિત છું”

Damini Patel
GSTV