GSTV

ફાંસી પહેલાંની એ છેલ્લી મીનિટો, જાણો નિર્ભયાના નરાધમોએ છેલ્લે છેલ્લે પણ શું કર્યું

nirbhaya

Last Updated on March 21, 2020 by Karan

નિર્ભયાના ચારેય દોષિતોએ જીવવા માટે હવાતીયાં મારતા કાયદાકીય રીતે ઉપલબ્ધ દરેક પ્રકારના માર્ગો અને છટકબારીઓનો ઉપયોગ કરી લીધા પછી અંતે તેમને ફાંસી અપાઈ હતી. જોકે, ૨૨મી જાન્યુઆરીએ સૌપ્રથમ વખત તેમના ડેથ વોરંટ જાહેર થયાના બે મહિનામાં તેમણે ફાંસીથી બચવા માટે અનેક પ્રયાસો કર્યા હતા. આ સમયમાં ત્રણ વખત તેમના ડેથ વોરંટ રદ કરવા પડયા હતા. અંતે પાંચમી માર્ચે પટિયાલા કોર્ટે ચારેય દોષિતોને ૨૦મી માર્ચે ફાંસી પર લટકાવવા અંગે ચોથું ડેથ વોરંટ ઈશ્યુ કર્યું હતું.

ચારેયને અડધો કલાક લટકાવી રખાયા

જેલના અધિકારીઓએ જણાવ્યું કે ચારેયના મૃતદેહને લગભગ અડધો ક્લાક સુધી ફાંસીના માંચડા પર લટકાવી રાખવામાં આવ્યા હતા. જેલ મેન્યુઅલ મુજબ ફાંસી પછીની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી. ત્યાર બાદ ચારેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ડીડીયુ હોસ્પિટલમાં લવાયા હતા અને ત્યાંથી અંતિમ ક્રિયા માટે તેમના પરિવારોને સોંપવામાં આવ્યા હતા. ફાંસી માટે જ્યારે દોષિતોને લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે એક દોષિત ગભરાયો હતો. તે ફાંસી ઘરમાં જ ઉંઘી ગયો અને આગળ આવવા માટે મનાઈ કરવા લાગ્યો હતો. ઘણી કોશિશો પછી દોષિતને ફાંસી માટે આગળ લાવવામાં આવ્યો હતો.

ચારે દોષિતોએ ફાંસી પહેલાં સવારનો નાસ્તો ન કર્યો

ફાંસીની કેટલીક મીનીટો પહેલાં મુકેશે અંગદાન અને વિનયે જેલમાં તેણે બનાવેલા ચિત્રો દાનમાં આપવાની અને તેની ‘હનુમાન ચાલિસા’ તેના પરિવારને આપવાની વાત કરી હતી તેમ અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું. ચારેય દોષિતોના અંતિમ કલાકો અંગે જેલના એક અધિકારીએ જણાવ્યું હતું કે વિનય અને મુકેશે રાત્રે ભોજન કર્યું હતું, પરંતુ ચારેમાંથી કોઈએ સવારનો નાસ્તો નહોતો લીધો અથવા ફાંસી પહેલાં કરવામાં આવતું સ્નાન પણ નહોતું કર્યું. વિનય અને મુકેશે સાંજે રોટલી, શાક, દાળ, ભાત ખાધા હતા તેમ અધિકારીએ જણાવ્યું હતું. સાંજે ચારેય દોષિતોના ચહેરા પર કોઈ વ્યગ્રતા જોવા મળી નહોતી.

રોવા લાગ્યો વિનય, કપડાં પણ ના બદલ્યા

ફાંસી પહેલા દોષિતોને નહાવા અને કપડા બદલાવવા માટે કહેવામાં આવ્યું હતું, જ્યારે વિનયે કપડાં બદલવાનો ઈનકાર કરી દીધો હતો. ત્યારબાદ તે રોવા પણ લાગ્યો હતો અને માફી પણ માંગવા લાગ્યો હતો. તિહાર જેલમાં સૌપ્રથમ વખત એક સાથે ચાર વ્યક્તિને ફાંસી આપવામાં આવી હતી. જેલના અધિકારીઓ જણાવ્યા મુજબ અક્ષયનો મૃતદેહ બિહારના ઔરંગાબાદમાં તેના ગામડે લઈ જવાશે જ્યારે મુકેશનો મૃતદેહ તેના પરિવારજનો રાજસ્થાન લઈ ગયા હતા. વિનય અને પવનના મતૃદેહ દક્ષિણ દિલ્હીમાં રવિદાસ કેમ્પમાં તેમના ઘરે લઈ જવાયા હતા. નિર્ભયાના ચારેય અપરાધીઓએ ફાંસીથી બચવા માટે છેલ્લા સમય સુધી હવાતિયા માર્યા હતા. ચારેયની ક્યૂરેટિવ પિટિશન, દયા અરજીઓ ફગાવી દેવામાં આવી હતી છતા ચાર પૈકી એક પવન કુમાર ગુપ્તાએ ફરી એક અરજી કરી હતી. રાષ્ટ્રપતિએ જે દયા અરજી ફગાવી દીધી તેને પડકારતી અરજી તેણે કરી હતી. જોકે આ અરજીને અપરાધીઓને અટકાવવામાં આવ્યા તેના થોડા સમય પહેલા જ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.

અડધી રાતે સુપ્રીમ કોર્ટ ખુલી હતી

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ આર બાનુમતી, અશોક ભુષણ, એસ.એ. સોપન્નાએ પવનની અરજીની સુનાવણી મધરાતે ૨.૩૦ કલાકે કરી હતી. ગુપ્તા અને અક્ષયે પોતાના પરિવારને મળવા માટે પણ માગણી કરી હતી જોકે અગાઉ તેઓ પરિવારને મળી ચુક્યા હતા તેથી આ માગણીને પણ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. બેંચે કહ્યું હતું કે આ અરજીમાં એવું કઇ નથી કે જેનાથી રાષ્ટ્રપતિએ દયા અરજી ફગાવી તેને અટકાવી શકાય કે તે અંગે કોઇ આદેશ આપી શકાય. જ્યારે કોઇ ટોચના સત્તાધીશ આ નિર્ણય લેતા હોય છે ત્યારે તેઓએ યોગ્ય વિચારણા હેઠળ જ આ નિર્ણય લીધો હોય છે. પવનની અરજી ફગાવતાની સાથે જ ચારેયને લટકાવી દેવાનો માર્ગ મોકળો થઇ ગયો હતો તેથી બાદમાં ચારેયને તિહાર જેલ અધિકારીઓએ લટકાવી દીધા હતા. જ્યારે દલિલો ચાલી રહી હતી ત્યારે અપરાધીએ એવી પણ દલીલ કરી હતી કે જ્યારે આ ઘટના બની ત્યારે મારી ઉંમર ૧૬ વર્ષની જ હતી અને કાયદા પ્રમાણે તે સમયે હું સગીર વયનો હતો. જોકે જ્યારે સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય મધરાતે ૩.૧૫ કલાકે ફગાવી દીધો હતો ત્યારે પોતાના અવલોકનમાં સ્પષ્ટતા કરી હતી કે આ સગીર વયની દલીલો અને તેના પુરાવા અગાઉ સુપ્રીમ, ટ્રાયલ અને હાઇકોર્ટમાં પણ રજુ કરાયા હતા અને બધા જ પુરાવા જુઠા સાબિત થતા તેને ફગાવી દેવામા આવ્યા હતા.

Related posts

પાકની અવળચંડાઈ: 8 નવા રૂટ્સ, POKમાં કંટ્રોલ રૂમ.. 15 ઓગસ્ટથી પહેલા J&Kમાં હુમલાનું ષડયંત્ર રચી રહ્યું છે પાકિસ્તાન

pratik shah

કામનું / પગારમાં થયો કપાત અથવા PFમાંથી રૂપિયા ઉપાડ્યા! ITRમાં બતાવવું જરૂરી, નહીંતર ઉભી થઇ શકે છે અનેક સમસ્યાઓ

Zainul Ansari

અમદાવાદ જીલ્લા પંચાયત અને વિવાદ જાણે કે એક બીજાના પર્યાય, સભ્યો દ્વારા જ અંદરો અંદર વિવાદનો સુર થયો ઉભો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!