GSTV
Gandhinagar ગુજરાત

14મી ગુજરાત વિધાનસભાનું અંતિમ સત્ર અનિશ્વિત કાળ માટે મુલત્વી

14મી ગુજરાત વિધાનસભાના અંતિમ સત્ર અનિશ્વિત કાળ માટે મુલત્વી થયું છે. અને આ સત્રમાં સાત બિલ હતા. આ સત્રમાં રખડતા ઢોર નિયંત્રણ બિલ પરત ખેંચાયુ છે. જ્યારે છ બિલ આજે રજૂ થયા છે.

સત્રની કામગીરી પર રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ માહિતી આપતા કહ્યું છે કે, ભાવનાત્મક વાતાવરણમાં સત્ર સમાપ્ત થયુ છે. ભાજપ સરકાર કમિટમેન્ટ સાથે કટિબદ્ધ સેવાના ભાવે કામ કરી રહી છે.

તેઓએ 15મી વિધાનસભાનું સત્ર પણ ભાજપ સરકારનું મળશે એવો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, ભાજપનો વિજય નિશ્ચિત છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્રના અંતિમ દિવસે કેગનો અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો હતો. તેમાં રાજ્યમાં પ્રદૂષણના કારણે થતા મૃત્યુ મામલે મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો છે.

અહેવાલ પ્રમાણે વર્ષ 2019માં ભારતમાં હવાના પ્રદૂષણના કારણે 16.70 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઉપરાંત રિપોર્ટમાં કોરોના મહામારીના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન હવાની ગુણવત્તા સુધરી હોવાનો પણ ઉલ્લેખ કરાયેલો છે. તે સિવાય ગુજરાતના ઉદ્યોગ-ધંધાઓ પર પણ પ્રદૂષણની અસર નોંધાઈ રહી છે. રિપોર્ટમાં રાજ્યમાં હવાની ગુણવત્તામાં પણ ખરાબી નોંધાઈ છે.

કેગનો આ રિપોર્ટ હવાના પ્રદૂષણ મામલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની (GPCB) કામગીરી સામે અનેક સવાલો ઉભા કરે છે. કેગના રિપોર્ટથી સાબિત થાય છે કે, વાયુ પ્રદૂષણને કાબૂમાં લેવામાં જીપીસીબી નિષ્ફળ રહ્યું છે. સાથે જ રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ છે કે, જીપીસીબી ઔદ્યોગિક એકમોમાં ધ્વનિ પ્રદૂષણની દેખરેખ નથી કરી રહ્યું.

READ ALSO

Related posts

અમદાવાદીઓ ધ્યાન આપો / પીએમ મોદીના કાર્યક્રમ સમયે શહેરના આ રસ્તાઓ થોડા કલાકો માટે રહેશે બંધ

Hemal Vegda

Drone Show / 36મી નેશનલ ગેમ્સના ઉદ્ઘાટનની પૂર્વ  સંધ્યાએ 600 ડ્રોનનો અદ્ભૂત ડ્રોન-શો યોજાયો, જુઓ રોમાંચક વિડીયો

Hemal Vegda

અમદાવાદ / ઢોરવાડા ફૂલ થઈ જતા રખડતા ઢોર  પકડવાની કામગીરી પડી ધીમી

Hemal Vegda
GSTV