GSTV
Home » News » બીજા તબક્કાના ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ, 13 રાજ્યોની કુલ 97 બેઠક પર મતદાન થશે

બીજા તબક્કાના ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ, 13 રાજ્યોની કુલ 97 બેઠક પર મતદાન થશે

Campaigning for the third phase

લોકસભાની ચૂંટણીના બીજા તબક્કાના ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે. આજે સાંજે પાંચ વાગ્યે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત જશે. બીજા તબક્કામાં 13 રાજ્યોની કુલ 97 બેઠક પર મતદાન થવાનું છે. બીજા તબક્કામાં કુલ એક હજાર 635 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. જેમના ભાવિ ગુરૂવારે ઈવીએમમાં સીલ થવાના છે.

આ તબક્કામાં પૂર્વ પીએમ એચડી દેવગૌડા, દ્રમુક નેતા દયાનિધિ મારન, કનિમોઝી, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચૌહાણ, યુપી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બર, મથુરાથી હેમા માલિની, બસપા નેતા દાનિશ અલિ ચૂંટણી મેદાનમાં છે. આ ઉપરાંત બીજા તબક્કામાં કલકત્તા હાઈકોર્ટમનૈ પૂર્વ જજ સીએસ કર્ણન પણ ચૂંટણી લડી રહ્યા છે.

મહત્વપૂર્ણ છે કે, ચૂંટણીના પહેલા તબક્કાની કુલ 91 બેઠક ઉપર 69.43 ટકા મતદાન થયુ છે. જેમા સૌથી વધારે પશ્વિમ બંગાળની બે બેઠક ઉપર 83.79 ટકા મતદાન નોંધાયુ છે. જ્યારે સૌથી ઓછુ મતદાન બિહારમાં 53.47 ટકા થયુ હતુ.

READ ALSO

Related posts

ગાડી સાથે દુર્ઘટના થવાથી વીમા કંપની નહી રોકી શકે તમારો ક્લેમ! જાણી લ્યો આ 5 વાતો

Path Shah

ચોથા તબક્કામાં 23 ટકા ઉમેદવારો સામે ગંભીર ગુનાની ફરિયાદો, પાર્ટીઓને શું નથી મળતા ઉમેદવારો?

Path Shah

અક્ષય કુમાર પાસે પીએમ મોદીએ કર્યા અનેક સ્ફોટક ખુલાસાઓ, નહીં વાંચો તો ચૂકશો તક

Riyaz Parmar