GSTV
Home » News » રામ મંદિર કેસની અંતિમ દલિલો પૂર્ણ, હવે 17 નવેમ્બર પહેલાં ચુકાદો

રામ મંદિર કેસની અંતિમ દલિલો પૂર્ણ, હવે 17 નવેમ્બર પહેલાં ચુકાદો

અયોધ્યામાં રામ મંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી, દૈનિક ધોરણે આ સુનાવણી શરૂ કરવામાં આવી હતી, જેમાં બુધવારે બન્ને પક્ષકારો દ્વારા અંતિમ દલિલો રજુ કરવામાં આવી હતી. તેથી સુપ્રીમ કોર્ટમાં હવે આ મામલે સુનાવણી પૂર્ણ થઇ ગઇ છે. અને કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. આગામી મહિનામાં જ અંતિમ ચુકાદો આવે તેવી પણ શક્યતાઓ છે.

મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇની આગેવાનીમા ગઠીત પાંચ જજોની બેંચે જમીન વિવાદ સાથે જોડાયેલા દરેક પક્ષોને ત્રણ દિવસની અંદર મોલ્ડિંગ ઓફ રિલીફ પર લેખીતમાં જવાબ રજુ કરવા પણ કહ્યું છે. એટલે કે માલિકીનો હક કોઇ એક કે બે પક્ષને મળી જાય તો બાકીના પક્ષોને શું રાહત મળી શકે. હિંદુ મહાસભાના વકીલ વરુણ સિન્હાએ જણાવ્યું હતંુ કે બંધારણીય પીઠે સ્પષ્ટતા કરી દીધી છે કે ચુકાદો આગામી ૨૩ દિવસની અંદર આવી જશે.

બંધારણીય બેંચની આગેવાની લઇ રહેલા મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ આગામી ૧૭મી નવેમ્બરે નિવૃત થઇ રહ્યા છે. ગોગોઇએ બુધવારે સાંજે પાંચ કલાકે સુનાવણી પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હતો. જોકે બધા જ પક્ષોની દલિલો ચાર વાગ્યામાં જ પૂર્ણ થઇ ગઇ હતી. સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને હિંદુ મહાસભા દ્વારા જે નક્ષો કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો તેને ફાડી નાખ્યો હતો. મહાસભાના વકીલે દાવો કર્યો હતો કે આ નક્શામાં વિવાદિત જમીન પર રામલલાના વાસ્તવિક જન્મસ્થળને દર્શાવવામાં આવ્યું છે. જેનો બાદમાં રાજીવ ધવને વિરોધ કર્યો હતો.

બીજી તરફ એવા અહેવાલો છે કે સમજૂતી માટેની મધ્યસ્થતા સમિતીએ બુધવારે એક અહેવાલ સુપ્રીમ કોર્ટને સોપ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે મુસ્લિમ અને હિંદુ બન્ને પક્ષકારો સમજૂતી માટે તૈયાર છે. સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર સુન્ની વકફ બોર્ડના અધ્યક્ષ જફર અહમદ ફારુકી તરફથી શ્રીરામ પાંચૂના માધ્યમથી સેટલમેન્ટ અરજી દાખલ કરવામાં આવી છે. બોર્ડે અયોધ્યા કેસમાં પોતાનો દાવો પણ પરત લેવાની વાત કરી છે સાથે મસ્જિદ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માગણી મુકી હોવાના અહેવાલો છે.

અયોધ્યા મામલે હાલ સુનાવણી પૂર્ણ થઇ ગઇ છે ત્યારે ચુકાદો આવવાને પણ વધુ દિવસો નથી રહ્યા જેને પગલે અયોધ્યામાં હાલ સુરક્ષાના પગલા લેવામાં આવી રહ્યા છે. એવા અહેવાલો છે કે સુપ્રીમ કોર્ટ ૨૩ દિવસની અંદર ચુકાદો આપી શકે છે. જેને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં હાઇએલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે અને પીએસીની ૪૭ કંપનીઓને તૈનાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત વધારાની ૨૦૦ કંપનીઓને પણ બોલાવવામાં આવી છે.

હિંદુ પક્ષના વકીલની દલીલો

 • હાલ જે સ્થળે મસ્જિદ છે ત્યાં વર્ષો પહેલા  મંદિર હતું, શક્ય છે કે રાજા વિક્રમાદિત્યએ ૧૧મી સદીમાં બનાવ્યું હોય. 
 • રામ મંદિરને બાદમાં ૧૫૨૬માં બાબરે અથવા તો ૧૭મી સદીમાં ઔરંગઝેબે તોડી પાડયું હતું. 
 • સ્કંદપૂરાણ અને પર્યટકોના વર્ષો જુના લખાણ પરથી સ્પષ્ટ થાય છે કે અયોધ્યામાં રામ મંદિર હતું તેવી લોકોને પણ આસ્થા છે. 
 • મસ્જિદ પર જે ઇસ્લામિક લખાણ છે તેનાથી કુરાનના નિયમોનો જ ભંગ થઇ રહ્યો છે
 • આ અંગેના સાક્ષીઓના નિવેદનો પરથી લાગી રહ્યું છે કે અયોધ્યા રામનું જ જન્મસ્થળ છે. એએસઆઇના રિપોર્ટમાં પણ પુરવાર થયુ છે.

કોર્ટમાં મુસ્લિમ પક્ષના વકીલે નક્શો ફાડયો

સુપ્રીમ કોર્ટમાં રામ મંદિર મુદ્દે જે દલિલો ચાલી રહી હતી તેનો આખરે અંત આવી ગયો છે અને હવે ચુકાદો આવશે. જોકે દલિલના અંતિમ દિવસે મુસ્લિમ પક્ષના વકીલ સતિષ ધવને એક નક્શાને જાહેરમા ફાડી નાખ્યો હતો. આ નક્શાને હિંદુ પક્ષકારો દ્વારા રજુ કરવામાં આવ્યો હતો અને દાવો કર્યો હતો કે આ નક્શા પરથી પણ પુરવાર થાય છે કે રામ મંદિર ત્યાં જ હતું જ્યાં હાલ મસ્જિદ છે. જોકે સતિષ ધવને કહ્યું હતું કે આ અંગેના કોઇ જ પુરાવા નથી, આ નક્શો જુઠો છે. 

મુસ્લિમ પક્ષના વકીલની દલીલો

 • વિવાદિત સ્થળ પર આ મસ્જિદ ૧૫૨૮થી છે જેના પર ૧૮૫૫, ૧૯૩૪ અને ૧૯૪૯માં પણ હુમલા થયેલા
 • બ્રિટિશ સરકારના રેકોર્ડમાં પણ ઉલ્લેખ છે કે બાબરે મસ્જિદ બનાવી હતી.
 • 1885ના પુરાવામાં પણ મસ્જિદનો ઉલ્લેખ છે, મુસ્લિમો અહીં ૧૯૪૯ સુધી નમાઝ પઢતા હતા.
 • મંદિર ત્યાં હતું તે અંગે જે પણ પુરાવા રજુ કરવામાં આવ્યા તે માન્ય રખાય તેવા નથી.
 • એનએસઆઇ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે તેવું હકીકતમાં નથી.
 • રામ મંદિર હોવાની દલિલોમાં કોઇ જ વૈજ્ઞાાનિક પુરાવા પણ સામેલ નથી.

READ ALSO

Related posts

‘અમને NDAમાંથી બહાર કાઢનારા તમે કોણ?’ શિવસેનાના ભાજપ પર સણસણતા ચાબખા

Bansari

પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની આજે જન્મજયંતિ, પીએમ મોદી અને સોનિયા ગાંધી સહિત આ નેતાઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Bansari

BJPએ અમને દગો આપ્યો, શરદ પવારને સમજવા માટે અનેક જન્મ લાગશે: સંજય રાઉત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!