GSTV

આ તો ભારે કરી: સુરતમાં ગીતા રબારી અને ડિમ્પલ કાપડિયાની જીત, આ પક્ષના હતા ઉમેદવાર

ભાજપ

આજે રાજ્યના 6 મહાપાલિકાઓ અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર અને જામનગરની ચૂંટણીઓ માટે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. 6 મનપામાં 576 બેઠકો પર 2276 ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે થવાનો છે. હાલ તો ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ છે. રાજ્યની તમામ 6 મહાનગર પાલિકામાં કેસરિયો લહેરાઈ રહ્યો છે.

સુરત

ગુજરાતના રાજકારણમાં જ્યાં એક તરફ આમ આદમી પાર્ટીની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. તો બીજી તરફ અભિનેત્રીઓ અને ગાયક કલાકારોના ભળતા નામ વાળા ઉમેદવારોને પણ મતદારોએ પસંદ કર્યા છે. સુરતમાં વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 16માં આપની સમગ્ર પેનલની જીત થઇ છે. તો સાથે સાથે, સુરતના વોર્ડ 2, 4, 5, 16 અને 17 પર આમ આદમી પાર્ટીનો વિજય થઇ રહ્યો છે.

જ્યાં એક તરફ સુરતના કુલ 5 અલગઅલગ વોર્ડમાં આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. તો ભાજપના સેલિબ્રિટી જેવા નામ ધરાવતા ગીતા રબારી અને ડિમ્પલ કાપડીયાની પણ જીત થઈ છે. હાલ ભાજપ 58 તો આપ 22માં આગળ છે જ્યારે કોંગ્રેસ ખાતુ ખોલાવવામાં પણ નિષ્ફળ રહ્યું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

મુશ્કેલીઓ વધી/ Anurag Kashyap અને Taapsee Pannuના કેસમાં મળી 350 કરોડની હેરાફેરી, તાપસીના ઘરેથી 5 કરોડ રોકડાની મળી છે રસિદો

Pravin Makwana

દેશના આ છે ટોપ ટેન હાઈવે : ગુજરાતના 3 હાઈવેનો આ યાદીમાં મોદી સરકારે કર્યો સમાવેશ, પ્રથમ નંબરે પણ છે ગુજરાત

Pravin Makwana

દિલ્હી હાઇકોર્ટ બગડી/ દેશનાં લોકોને કોરોનાની રસી મળી રહી નથી અને મોદી સરકાર વાહવાહી માટે કરી રહી છે દાન પર દાન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!