GSTV
Home » News » પહેલીવાર ચૂંટણીમાં ઉતરેલા ફિલ્મ સ્ટાર્સે મારી બાજી, તેમાં સામેલ છે ખૂબસૂરત અભિનેત્રીઓ પણ…

પહેલીવાર ચૂંટણીમાં ઉતરેલા ફિલ્મ સ્ટાર્સે મારી બાજી, તેમાં સામેલ છે ખૂબસૂરત અભિનેત્રીઓ પણ…

લોકસભા ચૂંટણી 2019માં એનડીએએ જીત હાંસિલ કરી છે. એકલા ભાજપે જ 300થી વધુ લોકસભાની સીટ પર જીત મેળવી છે. ત્યારે એનડીએનો આંકડો 350 સુધી પહોંચી ગયો છે. આ ઐતિહાસિક જીતમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કેટલાક સ્ટાર્સ મેદાનમાં ઉતર્યા છે. તેમાંથી કેટલાક પહેલીવાર રણનીતિમાં પોતાનું કિસ્મત અજમાવવા ઉતર્યા હતા અને તે કમિયાબ પણ થયા છે.


સની દેઓલ
બોલિવૂડમાં પોતાની ધાક જમાવ્યા બાદ અભિનેતા સની દેઓલ ધમેન્દ્ર અને હેમા માલિની પછી રાજનીતિમાં ચૂંટણી લડ્યો હતો. તેણે બીજેપી સાથે જોડાઈને પંજાબના ગુરદાસપુર લોકસભાથી ચૂંટણી લડ્યો હતો. લોકોએ તેના પર વિશ્વાસ મૂક્યો છે અને તેને જીત અપાવી છે. સનીએ પહેલીવાર ચૂંટણીમાં પોતાનું કિસ્મત અજમાવ્યું હતું, જેમાં તે કામયાબ રહ્યો છે.


હંસરાજ હંસ
આ પંજાબી ગાયક પહેલી વાર ચૂંટણી માટે ઉતર્યો હતો. ભાજપે તેને ઉત્તર પશ્ચિમ દિલ્લીની લોકસભા સીટ પર ટિકિટ આપી હતી. તેની સામે કોંગ્રેસના રાજેશ લિલોઠિયા અને આમ આદની પાર્ટીના ગુગ્ગનસિંહ રંગા મેદાનમાં હતા. પરંતુ હંસરાજ હંસે તેમને માત આપી અને રાજનીતિની શરૂઆત કરી છે.


મિમી ચક્રવર્તી
બંગાળી ફિલ્મો અને ટેલિવિઝન દુનિયામાં જાણીતી એક્ટ્રેસ મિમી ચક્રવર્તી પણ પહેલી વાર ચૂંટણી લડી હતી. તેણે મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસથી દક્ષિણ કોલકાત્તાની જાધવપુર સીટથી મેદાનમાં ઉતરી હતી. તેણે ચૂંટણીમાં જીત હાંસલ કરી છે. તે સોશિયલ મીડિયા પર બહુ જ એક્ટિવ રહે છે.


નુસરત જહાં
બંગાળી ફિલ્મોની મશહૂર એક્ટ્રેસ નુસરત જહાંએ બસીરહાટ લોકસભા સીટ તૃણમૂલ કોંગ્રેસથી ચૂંટણી લડી હતી. તે ચૂંટણી માટે મેદાનમાં ઉતરી ત્યારે ઘણા વિરોધનો સામનો કરવો પડ્યો હતો. નુસરતે અહીંયાથી જીત મેળવી છે. પહેલીવાર ચૂંટણી માટે મેદાનમાં ઉતરી અને સાંસદ કહેવાશે. નુસરત સોશિયલ મીડિયા પર બોલ્ડ ફોટા શેર કરવા માટે જાણીતી છે.

Read Also

Related posts

એસ.જયશંકરે વિદેશ પ્રધાનનો કાર્યભાર સંભાળતા જણાવી આ મહત્તવની વાતો

Kaushik Bavishi

લોકસભાની ચૂંટણીમાં ભાજપનો જંગી વિજય બાદ વિપક્ષમાં સામે આવ્યો મતભેદ, રાજીનામાનો ટ્રેન્ડ ચાલુ

Kaushik Bavishi

મેનકા અપાવશે જેઠાણી સોનિયા ગાંધીને શપથ? બની શકે છે પ્રોટેમ સ્પીકર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!