GSTV

આ બોલિવૂડ ફિલ્મોનું સન્માન કરશે સરકાર, મણિકર્ણિકા આ સૂચિમાં નથી

કેન્દ્ર સરકારે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડતા ફિલ્મો અને ફિલ્મી હસ્તીઓ માટે એવોર્ડ જાહેર કર્યા છે. આ એવોર્ડ્સ ભારતીય પેનોરામા રેગ્યુલેશન્સ 2019 અંતર્ગત આપવામાં આવી રહ્યા છે. સન્માનિત થનારી ફિલ્મોમાં રિતિક રોશનની ‘સુપર 30’, આયુષ્માન ખુરનાની ‘બધાઈ હો’, વિકી કૌશલની ‘ઉરી – ધ સર્જિકલ સ્ટ્રાઈક’ અને રણવીર સિંહની ‘ગલી બોય’ સહિત ઘણી ફિલ્મો સામેલ છે.

સન્માનિત થનારી ફિલ્મોની યાદીમાં પ્રકાશ ઝાની ‘પરીક્ષા’, સંજય પૂરણસિંહ ચૌહાણની ‘બહતર હુરે’ પણ સામેલ છે. આ તરફ નોન-ફીચર ફિલ્મ કેટેગરીમાં વિક્રમજિત ગુપ્તાની ‘બ્રિજ’, વિકાસચંદ્રની ‘માયા’, પંકજ જોહરની ‘સત્યાર્થી’, વિભા બક્ષીની ‘સનરાઇઝ’ ના નામ પણ છે. પરંતુ આ યાદીમાં કંગના રનૌતની ઐતિહાસિક પિરીયડ ડ્રામા ‘મણિકર્ણિકા-ધ ક્વીન ઓફ ઝાંસી’નું નામ નથી.

હિન્દી સિવાય મરાઠી, તમિળ, બંગાળી, મલયાલમ અને પનિયા ભાષાઓની ફિલ્મો પણ આ સૂચિમાં સામેલ છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે 16મી ઓક્ટોબરે આ પુરસ્કારોની જાહેરાત કરી હતી. નોટીફિકેશનમાં લખ્યું છે કે સુધારેલા ભારતીય પેનોરમા રેગ્યુલેશન્સ 2019 મુજબ કેન્દ્ર સરકારે સંબંધિત જ્યુરીના મતના આધાર પર આ બધી ફિલ્મો, તેમના દિગ્દર્શકો અને નિર્માતાઓને એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો છે.

READ ALSO

Related posts

સુરત/ સુમુલ ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે યોજાયેલી ચૂંટણીના પરિણામ જાહેર

pratik shah

VIDEO: ATM મશીનમાંથી કેસ કાઢતાં પહેલાં આ જરૂરથી ચેક કરજો, નહીં તો થઈ શકે છે ફ્રોડ

Karan

વિદેશમાં રહેતા ભારતીયો પણ કરી શકશે ઉમંગ એપનો વપરાશ, મોદી સરકારે લોન્ચ કર્યું આંતરરાષ્ટ્રીય વર્ઝન

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!