GSTV
Home » News » Movie Review: ખિલજી નહીં, રાજપૂતોના પરાક્રમને દર્શાવાયું છે ભણશાલીની ‘પદ્માવત’માં

Movie Review: ખિલજી નહીં, રાજપૂતોના પરાક્રમને દર્શાવાયું છે ભણશાલીની ‘પદ્માવત’માં

ડાયરેક્ટર સંજય લીલા ભણશાળીનું નામ આવે ત્યારે હમ દિલ દે ચુકે સનમ, દેવદાસ, ગોલિયો કી રાસલીલા અને બાજીરાવ મસ્તાની જેવી ફિલ્મો યાદ આવી જાય છે. નવેમ્બર 2016માં ફિલ્મ પદ્માવતી (હવે પદ્માવત)નું શુટિંગ શરૂ થયું હતું. નવેમ્બર મહિનાથી અત્યાર સુધી આ ફિલ્મ ઈતિહાસને કારણે વિવાદોમાં રહીં છે. સતત થઈ રહેલા વિરોધ બાદ પણ ફિલ્મ 25 જાન્યુઆરીએ રીલીઝ થવા જઈ રહીં છે.

વાર્તા

ફિલ્મની કહાની 13મી સદીથી શરૂ થાય છે. જ્યારે ખિલજી વંશના શાસક જલાલુદ્દીન ખિલજી (રજા મુરાદ) અફઘાનિસ્તાનમાં પોતાની ટુકડી સાથે દિલ્હીમાં વિજય મેળવવાનું આયોજન કરી રહ્યો હતો. તે સમયે તેનો ભત્રીજો અલાઉદ્દીન ખિલજી (રણવીરસિંહ) આવે છે અને કાકાની દીકરી બેટી મેહરૂનિસા (અદિતિ રાવ હૈદરી)ની સાથે નિકાહ કરી લે છે. થોડી ઘટના બાદ પોતાના કાકાને મારી અલાઉદ્દીન દિલ્હીનો રાજા બની જાય છે. બીજીતરફ મેવાડના રાજા મહારાવલ રતનસિંહ (શાહિદ કપૂર) જ્યારે સિંઘલ દેશમાં જાય છે ત્યાં તેમની મુલાકાત રાજકુમારી પદ્મિની (દિપિકા પાદુકોણ) સાથે થાય છે.

પ્રેમમાં પડ્યા બાદ મહારાવલ પદ્મિની સાથે લગ્ન કર્યા બાદ તેમને ચિતોડ લઈ આવે છે. દરમ્યાન કેટલાક કારણોને લીધે રાજ્યના પુરોહિત રાઘવ ચેતનને દેશવટો આપવામાં આવે છે. તેથી આક્રોશમાં પુરોહિત દિલ્હી જઈ અલાઉદ્દીન ખિલજીને રાની પદ્માવતીના સૌદર્યના વખાણ કરે છે. પુરોહિતની વાતથી પ્રભાવિત થઈ અલાઉદ્દીન ચિત્તોડ પર આક્રમણ કરવા માટે તૈયારી કરે છે. ચિત્તોડ જઈ અલાઉદ્દીન મહારાવલ સાથે દગો કરી તેમને બંધી બનાવી દિલ્હી લઈ આવે છે અને મહારાજાને મુક્ત કરવાના બદલામાં રાણી પદ્માવતીને જોવાની વાત મૂકે છે. બાદમાં કહાનીમાં ઘણા વળાંક આવે છે. આખરે રાજપૂતોના શૌર્ય અને પરાક્રમનો વિજય થાય છે.

ફિલ્મ પદ્માવત કેમ જોવા જવી?

ફિલ્મ પદ્માવતમાં આર્ટ વર્ક શાનદાર છે. ફિલ્મું દ્રશ્ય તમારી આંખોને સુખદ અનુભવ કરાવે છે. ફિલ્મની સ્ક્રિપ્ટને કાલ્પનિક જણાવાઈ રહીં છે અને કહાનીનો અંત બધાને ખબર છે. ફિલ્મમાં અલાઉદ્દીન ખિલજી અને મહારાણી પદ્મિનીની વચ્ચે કોઈ પણ ડ્રીમ સિક્વેન્સ કે કોઈ પણ પ્રકારનું દ્રશ્ય નથી. ફિલ્મમાં રાજપૂત સમાજ અને તેના પરાક્ર્મને સ્ક્રિન પર બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો તે સમયે મહિલાઓના આત્મસન્માનના કિસ્સાને પણ વર્ણવવામાં આવ્યો છે.

ફિલ્મમાં અભિનય કરનારા પાત્રોએ સુંદર અભિનય કર્યો છે. બોલિવુડ અભિનેત્રી દિપિકા પાદુકોણે રાણી પદ્મિનીનું પાત્ર સુંદરરીતે ભજવ્યું છે. શાહિદ કપૂરે મહારાજા રાવલ રતનસિંહનો અભિનય કરી એક જવાબદાર પતિ અને રાજાનું પાત્ર ભજવ્યું છે. અલાઉદ્દીન ખિલજી જેવા ક્રુર વ્યક્તિત્વનું પાત્ર ભજવવામાં બોલીવુડ અભિનેતા રણવીરસિંહે કોઈ કચાશ બાકી રાખી નથી. અદભૂત અને સુંદર અંદાજમાં રણવીરે પોતાના અભિનય પર કામ કર્યુ છે. જે ફિલ્મમાં નજરે પડશે. આ ઉપરાંત રઝા મુરાદ, રાવ હૈદરી, જિમ સર્ભ, આયામ અને બાકીના બધા લોકોએ સુંદર અભિનય ભજવ્યો છે. વળી, ફિલ્નું મ્યુઝિક પણ સારું છે.

બોક્સ ઑફિસ

ફિલ્મનું બજેટ લગભગ 180 કરોડ જણાવવામાં આવી રહ્યું છે અને એવું પણ કહેવાઈ રહ્યુ છે કે ફિલ્મની રિલીઝ કરવાની તારીખમાં ફેરફાર કરવાથી તેની કિંમતમાં દરરોજ વધારો થઈ રહ્યો હતો. 24મી તારીખે સમગ્ર દેશમાં પ્રેડ પ્રિવ્યુના શો પણ રાખવામાં આવ્યા છે. જેને કારણે સારું ક્લેક્શન થવાની શક્યતા છે. ફિલ્મ પદ્માવતને ભારતમાં હિંદી, તામિલ, તેલુગુ મળી લગભગ 7000 સ્ક્રીન્સમાં રિલીઝ કરવાની વાત ચાલી રહીં છે તથા આ ફિલ્મનું હિંદીની સાથે-સાથે તામિલ અને તેલુગુમાં પણ ડબિંગ કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, સુપ્રીમ કોર્ટે ફિલ્મ પદ્માવતને દરેક સ્થળ પર રિલીઝ કરવાનો નિર્દેશ આપ્યો છે.

READ ALSO : ફિલ્મ જોયા બાદ કરણી સેનાના આગેવાનોએ કહ્યું, ઝૂક્યાં ભણસાલી અને જીત્યા રાજપૂત

Related posts

પાકિસ્તાનની પરમાણુ હુમલાની ધમકી પર મોદી બોલ્યા , અમે દિવાળી માટે બોમ્બ રાખ્યા નથી

Path Shah

યુ.એસ પ્રમુખ ટ્રમ્પે શ્રીલંકમાં થયેલા બોમ્બ વિસ્ફોટો પર કર્યું ખોટું ટિવ્વટ,

Path Shah

માં કરતા પુત્રની ઉલ્ટી ચાલ:કહ્યું,મત નહી આપો તો પણ કામ કરીશ

Path Shah