GSTV
Home » News » પદ્માવતી ફિલ્મ રીલીઝ થશે તો દીપિકાનું નાક કાપી નાખીશું: કરણી સેના

પદ્માવતી ફિલ્મ રીલીઝ થશે તો દીપિકાનું નાક કાપી નાખીશું: કરણી સેના

ફિલ્મ પદ્માવતીનો વિરોધ કરી રહેલી કરણી સેનાએ બોલિવૂડ અભિનેત્રી દિપીકા પાદુકોણે પર હુમલાની ધમકી આપી છે. કરણી સેનાના અધ્યક્ષ લોકેન્દ્રનાથે કહ્યું છે કે, તેમને ઉશ્કેરવાનું ચાલુ રખાશે તો તેઓ દિપીકાનું નાક કાપી લેશે.

કરણી સેનાના અધ્યક્ષ લોકેન્દ્રનાથે ગુરૂવારે લખનૌમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધીને ફિલ્મના ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી સામે ગંભીર આરોપ લગાવ્યા. લોકેન્દ્રનાથે કહ્યું કે, ફિલ્મ પદ્માવતીમાં હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું છે. કરણી સેનાએ દીપીકા પાદુકોણના શુપર્ણખા જેવા હાલ કરવાની ચીમકી આપી છે. તેમણે દીપીકાના નાક કાપવાની ધમકી આપી છે.

તેમણે 1 ડિસેમ્બરે ફિલ્મના રિલિઝના દિવસે ભારત બંધનું એલાન આપ્યું છે. રાજસ્થાનમાં કરણી સેનાના અન્ય એક નેતા મહિપાલ મકરાણાએ પણ દિપીકાને આ ધમકી આપી. આ પહેલા દિપીકા પાદુકોણે ફિલ્મના વિરોધની ટીકા કરતા કહ્યું હતું કે, કોઇ પણ પદ્માવતીને રિલીઝ થવાથી રોકી શકે નહીં, એટલું જ નહીં તેણે કહ્યું હતું કે લાગે કે આપણે એક દેશ તરીકે પાછળ ધકેલાઇ રહ્યા છીએ.

Related posts

વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપ: પ્રણીતે સેમીફાઈનલમાં પહોંચી રચ્યો ઈતિહાસ

Path Shah

Google Photos નો ઉપયોગ કરો છો, તો તમારા માટે છે મોટી ખુશખબર

Path Shah

ભારત અને યુ.એસ.ના કોસ્ટ ગાર્ડે ચેન્નાઈ કિનારે સંયુક્ત કવાયતમાં ભાગ લીધો

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!