GSTV
Home » News » ફિલ્મ ‘પદ્માવત’ મુદ્દે ગુરૂવારે અપાયેલા બંધના એલાન અંગે કરણી સેનામાં મતમતાંતર

ફિલ્મ ‘પદ્માવત’ મુદ્દે ગુરૂવારે અપાયેલા બંધના એલાન અંગે કરણી સેનામાં મતમતાંતર

ફિલ્મ પદ્માવત રિલીઝ થયા પહેલા રાજ્યભરમાં તેનો પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે ત્યારે કરણી સેનામાં જ હવે ફૂટ પડી છે. 25મી જાન્યુઆરી એટલેકે ગુરૂવારે આપેલા બંધના એલાનને લઈને કરણી સેનામાં મતમતાંતર જોવા મળી રહ્યું છે. ફિલ્મ પદ્માવત રિલિઝ ન કરવાના મુદ્દે સરકાર સાથે બેઠક કરનાર રાજ શેખાવતે ગુરૂવારના બંધને લઇને ઇન્કાર કર્યો હતો. જ્યારે બાદમાં કરણી સેનાએ પત્રકાર પરિષદ યોજી આ મુદ્દે સ્પષ્ટતા કરી હતી.

ફિલ્મ પદ્માવત રિલિઝ ન કરવાના મુદ્દે સરકાર સાથે બેઠક કરનાર રાજ શેખાવતે ગુરૂવારના બંધને લઇને ઇન્કાર કર્યો હતો. જેથી સરકારે સંગઠનોની નામ જોગ યાદી બતાવીને કહ્યુ કે આ સંગઠનો ગુરૂવારના બંધમાં જોડાવાના નથી. બાદમાં કરણી સેનાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી કે કરણી સેનાએ આવતીકાલના બંધને પાછું નથી ખેંચ્યું અને જાહેર કરેલો બંધ યથાવત રહેશે. કરણી સેનાની પત્રકાર પરિષદને સંબોધતા અર્જુનસિંહ ગોહિલે એવી પણ સ્પષ્ટતા કરી છે કે, સરકાર સાથે બેઠકમાં ભાગ લેનાર રાજ શેખાવતને કરણી સેના સાથે કોઇ સંબંધ નથી. આ સાથે કરણી સેનાએ સરકારના નિવેદનને પણ વખોડ્યુ હતું.

Related posts

નરસંહારનાં પીડિતોને મળ્યા મુખ્યમંત્રી, સપા અને કોંગ્રેસનાં કાર્યકર્તાઓની થઈ ધરપકડ

Mansi Patel

શીલા દીક્ષિતનાં નિધનથી ભાવુક થયા રાહુલ ગાંધી, બોલ્યા- કોંગ્રેસને પ્રેમાળ દિકરીની ખોટ વર્તાશે

Riyaz Parmar

ગુજરાતની સંવેંદનહિન સરકાર, પાક વિમાથી બચવા છુપાવી આ માહિતી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!