GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
679539
Death
INDIA

Cases
565103
Active
1094374
Recoverd
36511
Death

આ દિવસે આવશે જ્હાન્વીની ફિલ્મ ‘ગુંજન સક્સેના’ નું ટ્રેલર, 12મી ઓગસ્ટે થશે રિલીઝ

ફિલ્મ ‘ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ’ રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મ 12મી ઓગસ્ટે નેટફિલ્ક્સ પર રિલીઝ થશે. આ ફિલ્મનું ટ્રેલર પહેલી ઓગસ્ટે રિલીઝ થશે. આ ફિલ્મમાં જ્હાન્વી કપૂર મુખ્ય ભૂમિકામાં છે. તેણે જ સોશિયલ મીડિયા પર ટ્રેલર રિલીઝ અને ફિલ્મ રિલીઝની તારીખો જાહેર કરી હતી.

1લી ઓગસ્ટે સવારે 10 કલાકે રિલીઝ થશે

જ્હાન્વી કપૂરે ગુંજન સક્સેનાનું પોસ્ટર શેર કરતા લખ્યું છે કે આ ખૂબ જ ખાસ અનુભવ રહ્યો છે અને હું કદાચ આથી વધારે સન્માન નહી અનુભવી શકું. ગુંજન સક્સેનાનું ટ્રેલર 1લી ઓગસ્ટે સવારે 10 કલાકે રિલીઝ થશે. હું ખૂબ જ ઉત્સાહિત છું. આ ફિલ્મ 12મી ઓગસ્ટે નેટફ્લિક્સ પર રિલીઝ થશે. કરણ જોહર આ ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે.

પાઇલટ બનવાનું જ નક્કી કર્યું ન હતું

અગાઉ આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થવાની હતી પરંતુ કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં રાખીને ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફિલ્મની વાર્તા એક એવી યુવતીની છે જેણે જૂની ભૂતકાળની વિચારસરણીથી વિરુદ્ધ ફક્ત ફાઇટર પાઇલટ બનવાનું જ નક્કી કર્યું ન હતું, પરંતુ કારગિલ યુદ્ધ દરમિયાન હેલિકોપ્ટર ઉડાવીને જગત માટે એક દાખલો પણ બેસાડ્યો હતો.

ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો હતો

ગુંજન સક્સેના એ જ્હાન્વી કપૂરની બીજી ફિલ્મ છે. આ અગાઉ તે ‘ધડક’ ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મથી તેણે ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મમાં તે ઈશાન ખટ્ટરની પ્રેમિકા અને પત્નીની ભૂમિકામાં હતી. આ ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો હતો.

READ ALSO

Related posts

પાવીજેતપુરમાં દીપડાએ કરેલા હુમલામાં 5 વર્ષના બાળકનું મોત

Nilesh Jethva

પંચર બનાવતી યુવતીને જોઈ પોલીસે ગાડી ઉભી રાખી, ભાઈ બની રાખડી બંધાવી આજીવન રક્ષા કરવાનું વચન આપ્યું

Pravin Makwana

મ્યુચ્યુઅલ ફંડમાં 30 વર્ષમાં 10 કરોડ મેળવી શકાય છે, બસ આ ફોર્મ્યુલા અપનાવવી પડશે

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!