GSTV
Gujarat Government Advertisement

યોગી સરકારે છેલ્લાં 15 દિવસથી જેલમાં પૂરી રાખી છે આ અભિનેત્રીને, મુક્ત કરાવવા ફિલ્મી કલાકારો આવ્યા મેદાને

Last Updated on January 3, 2020 by Mayur

Film artists demand release of Sadaf Zafar

લખનઉમાં 19 ડિસેમ્બના રોજ નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધમાં કોંગ્રેસ કાર્યકર્તા અને અભિનેત્રી સદફ ઝફરની પોલીસે ધરપકડ કરી લીધી હતી. ત્યારથી અત્યાર સુધી સદફ લખનઉની જેલમાં બંધ હતી તેમને આજે જામની પર છોડવામાં આવ્યા છે, ત્યારે બોલીવુડના ઘણા સ્ટાર્સે સોશીયલ મીડિયા પર ટ્વીટ કરી સદફની છોડવાની માગ કરી હતી.

સદફને મુક્ત કરવાની માગ સાથે બૉલીવુડ ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટે ટ્વીટ કરી લખ્યું હતું કે, ‘સ્વતંત્ર સંસ્થાઓ માત્ર એક છેતરપિંડી છે. જો કોઈ વ્યક્તિ ભય થકી તમારા મનને જકડી લે અથવા તમને શક્તિહિન કરી દે તો, તમે કઈ પ્રકારની સરકારમાં વસવાટ કરો છે, તે વાતથી કોઈ જ ફરક પડતો નથી. તમે પ્રજા છો, નાગરિક નથી. તમારા શબ્દોને અભિવ્યક્ત કરવાની આઝાદી વગર સ્વતંત્ર સંસ્થાઓનું બહારનું રૂપ માત્ર એક છળકપટ અને દેખાવ છે. સદફને મુક્ત કરવામાં આવે’.

સાથે જ ડાન્સર સ્વરા ભાસ્કરે પણ ટ્વીટ કરી અભિનેત્રી સદફને છોડવાની માગ કરી હતી. સ્વરાએ પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે, ‘કોંગ્રેસ કાર્યકર્તા અને અભિનેત્રી સદફ ઝફર લખનઉની જેલમાં છે, પરંતુ એ સ્પષ્ટ નથી કે, તે શું કામ બંધ છે? સાથે જ તેમના મિત્ર દીપક કબીર પણ જેલમાં જ છે. કારણ કે, તેઓ અભિનેત્રીની પુછપરછ કરવા માટે ત્યાં ગયા હતા. સદફ અને દિપકને છોડી દેવામાં આવે અને ઉત્તરપ્રદેશ પોલીસને તેમના આ હિંસક અત્યાચારો માટે જવાબદાર ગણવામાં આવે.’

તદઉપરાંત સુશાંત સિંહ રાજપુતે પણ સોશીયલ મીડિયા પણ એક વીડિયો શેર કરી કહ્યું છે કે, ફેસબુક લાઈવ દરમિયાન ઉત્તરપ્રદેશ પોલીસને પ્રશ્ન પૂછવા બદલ અભિનેત્રીની ધરપકડ કરવામાં આવી, મારપીટ અને ત્રાસ આપવામાં આવ્યો છે. સદફને મુક્ત કરવી જોઈએ. આ સ્ટાર્સે સદફને મુક્ત કરવાની માંગ સાથે #FreeSadaf પણ લખ્યું છે.

Read also

Gujarat Government Advertisement

Related posts

મહામંથન: ચૂંટણી ટાણે ખેડૂતો આડા ન આવે એ માટે અત્યારથી પંજાબમાં તૈયારી કરી રહ્યા છે અમિત શાહ

Pravin Makwana

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!