GSTV

ફિલ્મનો કલાકાર બન્યો હેકર, આ ચેનલ કરી હેક

Last Updated on September 14, 2018 by

યુટ્યુબ ચેનલ હેક થઇ હોવાની સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી અને એક આરોપીની ધરપકડ કરી લીધી. આ પકડાયેલ આરોપી છેલ્લા ત્રણ વર્ષથી ફિલ્મ એકટીંગમાં કામ કરે છે.

યૂટયૂબની ચેનલ ધરાવનાર રાજુભાઇ ભરવાડે પોલીસને ફરિયાદ આપી કે મારી યૂ ટયૂબ ચેનલ હેક થઇ છે. જે અંગે સાઇબર ક્રાઇમે તપાસ કરી તો આરોપી બોટાદનો રોહિત કથળીયા નીકળ્યો જે ફિલ્મોમાં એકટીંગ કરે છે, જેણે રાજુભાઇની યુટયૂબ ચેનલ ઉપરાંત બેંક એકાઉન્ટનું આઇડી પણ હેક કરીને પાસવર્ડ બદલ્યા. ત્યારબાદ 800 ડોલર્સનો આર્થિક ફાયદો મેળવ્યો.

અત્યારસુધી ફેસબુક ટ્વીટર હેક થયાની ઘટના બની હતી. પરંતુ યૂટયુબની ચેનલ હેક કરનાર આ શખ્સે ચીટીંગ કરવાનો રસ્તો શોધી કાઢ્યો હતો. જોકે, સાયબર ક્રાઇમની ઝપટમાં આવી ગયેલા આરોપી રોહિત સામે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.

Related posts

ગુરુ પૂર્ણિમા/ ડાકોર- શામળાજીમાં ઉમટ્યું માનવ મહેરામણ, અંબાજી સહિત આ યાત્રાધામોમાં શ્રદ્ધાળુઓ લીધો દર્શનનો લ્હાવો

Bansari

મુખ્યમંત્રી પદની ઈચ્છા નથી પણ પક્ષ જે કામ સોંપશે તે કરીશ, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈવાળાએ રાજકારણમાં સક્રિય રહેવાના આપ્યા આ સંકેત

Bansari

આ જ બાકી હતું! હરખપદુડા કોર્પોરેટરે વેક્સિનેશન સેન્ટરમાં કેક કાપી કર્યુ બર્થ ડે સેલિબ્રેશન, થઇ આ મોટી કાર્યવાહી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!