Movie Review: વિઝ્યુઅલ ટ્રીટ છે રજનીકાંત-અક્ષયની ‘2.0’, જાણો કેવી છે ફિલ્મ

વર્ષ 2010માં જ્યારે ડાયરેક્ટર એસ.શંકરની ફિલ્મ એંથીરન (રોબોટ) રીલીઝ થઇ હતી તો તે એક અલગ પ્રકારનો પ્રયોગ હતો. તેને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી. ચિટ્ટીના કિરદારના લોકો ફેન થઇ ગયા હતા. હવે આશરે 8 વર્ષ બાદ તે ફિલ્મને આગળ વધારતાં શંકરે 2.0 બનાવી છે. તેમાં સુપરસ્ટાર રજનીકાંતની સાથે સાથે બોલીવુડના ખેલાડી અક્ષય કુમાર છે. આખરે આ ફિલ્મ રિલિઝ થઇ ગઇ છે. આ ફિલ્મ એક સાયન્સ ફિક્શન, એક્શન મૂવી છે. જેને 14 ભાષાઓમાં ડબ કરીને રિલિઝ કરવામાં આવી છે. ચાલો જાણીએ કેવી છે આ ફિલ્મ….

સ્ટોરી:

ફિલ્મની સ્ટોરી તે પળથી શરૂ થાય છે જ્યારે લોકોના મોબાઇલ અચાનકથી ગાયબ થવા લાગે છે અને કોઇ શક્તિ તેને પોતાની તરફ ખેંચી રહી છે. ત્યારબાદ વૈજ્ઞાનિક વસીકરણ (રજનીકાંત) અને તેમની આસિસ્ટન્ટ નીલા (એમી જૈક્સન)ની એન્ટ્રી થાય છે. નીલા એક વ્યક્તિ જેવી દેખાતી રોબોટ છે. ત્યારે બધા લોકોના મોબાઇલ બધાની પાસેથી ઉડવા લાગે છે. વસીકરણને આ અંગે તપાસ કરવા માટે બોલાવામાં આવે છે. ત્યારબાદ શહેરમાં મોબાઇલ ફોનમાંથી બનેલી એક મોટી ચકલી આવે છે અને શહેર પર હુમલો કરવા લાગે છે. ત્યારબાદ વસીકરણ પોતાના રોબોટ ચિટ્ટીને પાછો લાવવા માટે મજબૂર થઇ જાય છે.

રિવ્યુ:

ડાયરેકટરે આ ફિલ્મને સાયન્સ-ફિક્શન સિવાય થોડીક હૉરર પણ બનાવી છે. સાથો સાથ ફિલ્મમાં સ્પેશ્યલ ઇફેક્ટસનો ઘણો ઉપયોગ કરાયો છે. ‘2.0’નો પ્લોટ પહેલેથી જાણીતો છે. વાર્તામાં એવું કંઇ જ રહસ્ય નથી જે તમને ખબર ના હોય. બધા એ વાતની રાહ જુએ છે ક ફિલ્મનો ફ્લેશબેક વાર્તામાં સામેલ થાય કારણ કે પક્ષીરાજન (અક્ષય કુમાર)ને વૃદ્ધ તરીકે મરતા શરૂઆતમાં દેખાડાય છે. ફિલ્મના ફ્લેશબેકની વાર્તા તમને ઇમોશનલ કરતી નથી. શંકર એ પોતાની ફિલ્મોની જેમ જ ‘2.0’ને ભવ્ય બનાવી છે. તેના વિઝ્યુઅલ્સ તમને ચોક્કસ આકર્ષક લાગશે અને મહસેસૂ થશે કે જાણે તમે કોઇ હોલિવુડ ફિલ્મ જોઇ રહ્યાં છો.

ફિલ્મમાં ચિટ્ટી અને ચકલીની વચ્ચેની લડાઇ દિલચસ્પ છે પરંતુ આ અગાઉની ફિલ્મ જેવી મજેદાર નથી કારણ કે તેમાં કોઇ મજાક નથી. ફિલ્મમાં ‘રોબોટ’ના વિલન ડૉકટર ભોરાના દીકરા ધીરેન્દ્ર ભોરા (સુધાંશુ પાંડ્યે)ના પાત્રને ડેવલપ કરાયું નથી. એવું લાગે છે કે આ ફિલ્મ આવવામાં ઘણું મોડું થઇ ગયું છે. અક્ષય કુમારની ફિલ્મમાં પોતાની મજબૂત ઉપસ્થિતિ દેખાય છે. ફિલ્મમાં પક્ષીરાજ અને 2.0ની લડાઇ તમારા પૈસા વસૂલ કરી દેશે. શંકર એ ફિલ્મમાંવધુ એક સરપ્રાઇઝ ‘3.0’ના રૂપમાં દેખાડ્યું છે, જેની ફિલ્મના ફૈન્સને હવે ઇંતજાર રહેશે.

બૉક્સ ઑફિસ

અંદાજે 600 કરોડના બજેટમાં બનેલી 2.0 બોક્સ ઓફિસમાં કમાણીના નવા રેકોર્ડ બનાવી શકે છે. ટ્રેડ એક્સપર્ટ્સના મતે મુવીનું ફર્સ્ટ ડે કલેકશન 50 કરોડનો અંદાજ છે. તે જોવું રસપ્રદ રહેશે કે આ ફિલ્મને દર્શકોનો કેટલો પ્રેમ મળે છે. ઓપનિંગ ડે પર ફિલ્મ કેટલી કમાણી કરે છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter