GSTV

ઓફર / ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પર ડીઝલ પુરાવો અને કરોડપતિ બનો, જાણો કંપનીની સ્કીમ વિશે

Last Updated on May 24, 2021 by Bansari

દેશભરમાં વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ વચ્ચે ઇન્ડિય ઓઇલ કંપની તેના ગ્રાહકોને 2 કરોડ રૂપિયા જીતવાની તક આપી રહી છે. કંપનીએ ટ્વીટ કરી તેની જાણકારી આપી છે. કંપની તરફથી એક ખાસ ઓફર ચલાવવામાં આવી રહી છે, જેનું નામ છે ‘ડીઝલ ભરો, ઇનામ જીતો’. આ ઓફરને જીતી તમે કરોડપતિ બની શકો છો. ઉલ્લેખનીય છે કે 18 વર્ષથી ઉપરના કોઇ પણ વ્યક્તિ આ ઓફરનો લાભ લઇ શકે છે.

ઇન્ડિયન ઓઇલે તેના ટ્વીટમાં લખ્યુ છે કે તમે ઇન્ડિયન ઓઇલના કોઇ પણ આઉટલેટ પર મિનિમમ 25 લિટર ડીઝલ ભરાવી આ ઇનામ જીતી શકો છો. કંપનીએ જણાવ્યું કે તમારે મિનિમમ 25 લિટર ડીઝલ ભરાવવાનું રહશે, વધારાની કોઈ લિમિટ નથી. તેનું બિલ પણ એક જ હોવું જોઇએ. ઇન્ડિયન ઓઇલનો આ ઓફર 31 જુલાઈ 2021ની રાત્રે 12 કલાક સુધી ઉપલબ્ધ છે.

અહીં કરો SMS

25 લિટર અથવા તેનાથી વધારે ડીઝલ ખરીદ્યા પછી તમારે જે સિંગલ પ્રિન્ટેડ બિલ મળશે. તેના પર એક બિલ નંબર અને ડીલર કોડ હશે. તે કોડને 7799033333 નંબર પર SMS કરો.

SMS મોકલવાની પ્રક્રિયા?

મેસેજ મોકલવા માટે સૌથી પહેલા તમારે ડીલર કોડ ટાઇપ કરવો પડશે, ત્યારબાદ સ્પેસ આપી બિલ નંબર ટાઇપ કરો, પછી સ્પેસ આપી ક્વાન્ટિટી ટાઇપ કરો અને 7799033333 નંબર પર સેન્ડ કરો. (પ્રોસેસ- SMS DEALER CODE BILL NUMBER QUANTITY to 77990 33333)

એક દિવસમાં બે વખત જ મોકલી શકો છો SMS

બે વખત જ રીટેલ આઉટલેટ્સ અથવા જુદા-જુદા આઉટલેટ્સ પર 25 લિટર અથવા તેનાથી વધુ ઓઇલ ખરીદી SMS મોકલી શકો છો અને યોજનાનો લાભ લઇ શકો છો.

કોને મળશે લાભ

ઇન્ડિયન ઓઇલની આ ઓફરનો લાભ માત્ર એ ગ્રાહકોને મળશે, જે રાજ્ય અથવા નેશનલ હાઇવે પર સ્થિતિ પસંદગીના ઇન્ડિયન ઓઇલના રિટેલ આઉટટલેટ્સ (પેટ્રોલ પંપ) પરથી એક જ પ્રિન્ટેડ બિલ / ઈ બિલ પર 25 લિટર કે તેથી વધુના ડીઝલને ખરીદી કરે છે.

લકી ડ્રો વિનરને મળનારી રકમ

ઇન્ડિયન ઓઇલની આ ખાસ ઓફર હેઠળ જે લોકો ભાગ લેશે, તેમાં વિજેતાની પસંદગી લકી દ્વારા કરવામાં આવશે. અભિયાન દરમિયાન લકી ડ્રો માટે ઇનામો છે.

  • 4 મેગા વિજેતાને 2,00,000 રૂપિયા. દરેકને આ રકમ આપવામાં આવશે
  • 16 માસિક વિજેતાને પ્રતિ મહિને 75,000/ દરેકને આ રકમ આપવામાં આવશે.
  • 70 પખવાડિયા વિજેતાને પ્રતિ પખવાડિયા: 25,000/ દરેકને આ રકમ આપવામાં આવશે
  • દર અઠવાડિયે 500 સાપ્તાહિક વિજેતા : 1,000/ દરેકને આ રકમ આપવામાં આવશે

Read Also

Related posts

LAC / અરુણાચલ પ્રદેશમાં તૈનાત કોણ છે સરિયા અબ્બાસી, સોશિયલ મીડિયા પર ફોટો થઈ રહ્યો છે વાયરલ

Zainul Ansari

ઠંડીની ઋતુમા બાળકોને રાખવા છે શરદી અને ઉધરસથી સુરક્ષિત, કરો આ દેશી ઓસડિયાનું સેવન અને મેળવો ફાયદા

Zainul Ansari

આર્યન ખાન ડ્રગ્સ કેસ/ સમીર વાનખેડે-એનસીપી નેતા આમને-સામને, NCB અધિકારી કથિત આરોપોને લઈને કરશે કાનૂની કાર્યવાહી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!