31 ડિસેમ્બર પહેલાં કરી લો આ મહત્વનું કામ, નહી તો પડશે મોટો ફટકો

નવા વર્ષમાં હવે આંગળીના વેઢે ગણી શકાય એટલા જ દિવસો બાકી રહ્યા છે. તેવામાં, તમારુ ઇનકમટેક્સ રીટર્ન ફાઇલ કરવા માટે તમારી પાસે ચાર દિવસ બાકી છે. જો તમે ઇનકમટેક્સ રીટર્ન હજી સુધી ફાઇલ કર્યું નથી, તો 31 ડિસેમ્બર પહેલાં તમારુ ઇનકમટેક્સ રીટર્ન ફાઇલ કરી લો. જો તમે ઇનકમટેક્સ ફાઇલ નહી કરો તો તમારે ભારે દંડ ચુકવવો પડશે.

જો તમે 31 ડિસેમ્બર પહેલાં ઇનકમટેક્સ રિટર્ન ફાઇલ કરશો, તો માત્ર રૂ. 5000 જ દંડ તરીકે ચૂકવવા પડશે. પરંતુ જો તમે 1 જાન્યુઆરી પછી રિટર્ન ફાઇલ કરશો, તો ભારે દંડ ચુકવવો પડશે. 1 જાન્યુઆરી પછી રિટર્ન ફાઇલ કરશો તો તમારે રૂ. 10,000 નો દંડ ભરવો પડશે. આવી પરિસ્થિતિમાં તમારામાટે યોગ્ય એ જ છે કે 31 ડિસેમ્બર સુધીમાં રિટર્ન ફાઇલ કરી લો.

જણાવી દઇ કે વર્ષ 2019માં આવકવેરાના નિયમોમાં કેટલાક ફેરફારો કરવામાં કરશો, તો તમારે દંડ ચૂકવવો પડશે. આ દંડ 1 હજાર રૂપિયાથી 10 હજાર રૂપિયા વચ્ચે હોઈ શકે છે.

આ સાથે જ જો ટેક્સ રિટર્ન ભરવામાં કોઇપણ પ્રકારની ભૂલ થઇ તો તેને તે જ ફાઇનાન્શીયલ યરમાં સુધારવી પડશે. તેથી જો તમે ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં જો કોઇ ભૂલ કરી હોય તો 31 માર્ચ 2019 પહેલાં સુધારી લો.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter