GSTV
Home » News » જો હજી સુધી ITR દાખલ ન કર્યુ હોય તો 31 ડિસેમ્બર સુધીમાં કરી દો ફાઈલ, બાદમાં આપવો પડશે મોટો દંડ

જો હજી સુધી ITR દાખલ ન કર્યુ હોય તો 31 ડિસેમ્બર સુધીમાં કરી દો ફાઈલ, બાદમાં આપવો પડશે મોટો દંડ

જો તમે હજી સુધી તમારું આવકવેરા રીટર્ન (આઇટીઆર) ફાઇલ કર્યું નથી, તો તમારી પાસે માર્ચ 2020 ના અંત સુધીમાં વિલંબિત આઇટીઆર ફાઇલ કરવાનો સમય છે. જો કે, તમે 31 ડિસેમ્બર સુધીમાં આઈટીઆર ફાઇલ કરો છો, તો પણ તમારે પાંચ હજાર રૂપિયા દંડ ભરવો પડશે.

જો તમે 31 ડિસેમ્બરની અંતિમ તારીખ પછી આઇટીઆર ફાઇલ કરો છો, તો દંડ વધીને 10,000 રૂપિયા ભરવો પડશે. નાણાકીય વર્ષ 2018-19 માટે, આવકવેરા વિભાગે આઇટીઆર ફાઇલ કરવા માટે 31 જુલાઇની સમયમર્યાદા નક્કી કરી હતી પરંતુ પછીથી તેને વધારીને 31 ઓગસ્ટ કરવામાં આવી હતી.

નિયત તારીખ પછી આઇટીઆર દાખલ કરનારા તમામનાં ITRને  વિલંબિત માનવામાં આવશે અને તે મુજબ દંડ ભરવો પડશે. આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 234F હેઠળ, 31 ડિસેમ્બર, 2019 સુધીમાં, રિટર્ન ફાઇલ કરનારને 5000 રૂપિયા દંડ ચૂકવવો પડશે અને ત્યારબાદ, રિટર્ન ફાઇલ કરનારાઓએ 10,000 રૂપિયાનો દંડ ભરવો પડશે.

જો આઇટીઆર ફાઇલ કરનારની કુલ આવક પાંચ લાખ રૂપિયા છે, તો વિલંબિત આઇટીઆર માટે દંડ એક હજાર રૂપિયા છે. પરંતુ જો કોઈ વ્યક્તિની કુલ આવક કર મુક્તિની મર્યાદાથી વધુ ન હોય, તો તેને 31 ઓગસ્ટ 2019 પછી, 31 માર્ચ 2020 સુધી આઇટીઆર ફાઇલ કરવા પર લેટ ફાઈન ચૂકવવો પડશે નહીં.

READ ALSO

Related posts

મોદી સરકારના મંત્રીનો દાવો, આ લક્ષ્યાંક પૂરો થશે તો દેશમાંથી થઈ જશે ગરીબી નાબૂદ

Mayur

શાહી મહેલ જેવી આ હોટલમાં આજની રાત વિતાવશે ટ્રમ્પ-મેલાનિયા, તમે વર્ષે પણ નહીં કમાતા હોવ એટલું છે એક રાતનું ભાડુ

Bansari

ટ્રમ્પની મુલાકાત સમયે આતંકીઓ ભારતમાં ઘૂસ્યા, હાઈએલર્ટ જાહેર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!