GSTV

એક ભૂલ ભારે પડી / કોઇને પણ ઘર ભાડે આપો તો આટલું ધ્યાનમાં રાખજો નહીં તો…., ગુજરાતના આ ચર્ચિત કેસમાં મકાનમાલિક ભરાયો

Last Updated on October 13, 2021 by Dhruv Brahmbhatt

લિવ ઇન રિલેશનશિપમાં રહેતા કપલ વચ્ચે થયેલા ઝઘડા બાદ પ્રેમીએ ઉશ્કેરાટમાં આવીને પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી હતી. જે ફ્લેટમાં ખૂની ખેેલાયેલો હતો.આ ફ્લેટના માલિકે ભાડાકરાર અંગે બાપોદ પોલીસને જાણ કરી ન હોતી. જેથી પોલીસે મકાનમાલિક સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

FIR

ગાંધીનગર સેક્ટર-૨૬  ન્યુ ગ્રીનસિટી સોસાયટીમાં રહેતા સચિન દીક્ષિતને હિના ઉર્ફે મહેંદી સાથે પ્રેમ થઇ જતા બંને વડોદરામાં ખોડિયારનગર પાસે દર્શનમ ઓએસિસમાં ભાડાના ફ્લેટમાં રહેતા હતા.ગત તા. ૮ મી એ બંને વચ્ચે તકરાર થતા મારામારી થઇ હતી.હિનાએ સચિનને નખ મારતા ઉશ્કેરાયેલા સચિને ગળુ દબાવીને હિનાનું મોત નિપજાવ્યું હતું.આ ફ્લેટના માલિક રજનીકાંત રમણભાઇ પટેલે (રહે.સુખ શાંતિ સોસાયટી,હરણી રોડ) માસિક ૭,૫૦૦ ના રૃપિયાના ભાડે મકાન આપ્યુ હતું. પરંતુ ભાડાકરાર અંગે બાપોદ પોલીસને જાણ કરી નહતી.મકાન ભાડે આપ્યા હોવાની જાણ સ્થાનિક પોલીસને કરવાની હોય છે અને તે અંગે પોલીસ કમિશ્નરનું જાહેરનામુ પણ છે. પરંતુ મકાનમાલિકે જાહેરનામાનો ભંગ કર્યો હોય તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે.

તા. ૧૪મીએ રિમાન્ડ  પૂરા થયા પછી સચિનને વડોદરા લવાશે

વડોદરા,માસુમ બાળકને ત્યજી દઇ તેનો જીવ જોખમમાં મુકી દેનાર પિતા સચિન દીક્ષિત સામે ગાંધીનગરમાં ગુનો દાખલ થયો છે.અને તે ગુનામાં આરોપી રિમાન્ડ  પર છે.તા.૧૪ મી એ રિમાન્ડ પૂરા થયા પછી તેને વડોદરા લાવવામાં આવશે.મર્ડર કેસમાં પોલીસ દ્વારા તેની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવશે.ત્યારે સચિન અને હિનાના સંબંધોના કરૃણ અંજામની વધુ વિગતો બહાર આવશે.

સતત ત્રીજા દિવસે ફ્લેટમાં તપાસ માટે પોલીસ પહોંચી

વડોદરા,ખોડિયારનગર દર્શનમ ઓએસિસમાં  આજે સતત ત્રીજા દિવસે પોલીસ પહોંચી હતી.સચિન અને હિનાના લિવ ઇન રિલેશનશિપની કોઇને શંકા ના જાય તેથી  જ તેઓ પરિવારથી દૂર વડોદરામાં ભાડાના મકાનમાં રહેતા હતાં.

ફ્લેટના રહીશોને પણ લિવ ઇન રિલેશનશિપની જાણ ન હોતી.સચિન અને હિના પતિ  પત્ની જ હોવાનું રહીશો માનતા હતા.પરંતુ,મર્ડર બહાર આવ્યા પછી જ તેઓને લિવ ઇન રિલેશનશિપની જાણ થઇ હતી. પોલીસે આજે પણ ફ્લેટના રહીશો ઉપરાંત સિક્યુરિટી જવાન અને દુકાનદારો સહિત ૧૦ લોકોના  નિવેદનો લીધા હતાં.

READ ALSO :

Related posts

ગદર-2/ 20 વર્ષ બાદ ફરી એક વાર તારા સિંહ અને સકીનાના લુકમાં દેખાયા સની દેઓલ અને અમીષા પટેલ

Pravin Makwana

2021ના અંતની શાનદાર ઓફર્સ/ ફક્ત 4 હજાર રૂપિયામાં મળી રહ્યું છે Miનું 32 ઈંચનું સ્માર્ટ TV, ફક્ત 3 દિવસ માટે જ છે આ ઓફર

Pravin Makwana

હેલ્થ/ ગેસ નહીં આ કારણે પણ થાય છે પેટ ફુલવાની સમસ્યા, જાણો કેવી રીતે દૂર થશે આ પ્રોબ્લેમ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!