GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

કોરોના પોઝિટીવ કેસના નવા રેકોર્ડ વચ્ચે આવ્યા મોદી સરકાર માટે આવ્યા રાહતના સમાચાર, જાહેર થયા આ આંક

કોરોના વાયરસનાં કહેર વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે, ભારતમાં કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા વધી રહી છે. આપણા દેશમાં કોરોનાથી સાજા થવાનો એટલે કે રિકવરી રેટ દુનિયાની સરેરાશ કરતા સારો છે. હવે દેશમાં લગભગ 3.80 લોકો કોરોનાને હરાવીને પોતાના ઘરે પરત ફર્યા છે, એટલું જ નહીં ભારતમાં કોરોનાથી રિકવર થયેલા લોકો અને સંક્રમિત લોકો (એક્ટિવ કેસ)ની વચ્ચે બે લાખથી વધું અંતર છે, આ ઘણા વિકસિત દેશો કરતા પણ સારી સ્થિતિ દર્શાવે છે.

દેશમાં કોરોનાનાં 20,033 દર્દીઓ સાજા થયા

આરોગ્ય મંત્રાલયએ શુક્રવારે દેશમાં કોરોના વાયરસનાં તાજા આંકડા જારી કર્યા, તેમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 20903 નવા કેસ નોંધાયા છે. આ આંક દેશમાં એક જ દિવસમાં સૌથી વધુ કેસ નોંધાવાનો પણ રેકોર્ડ છે, અલબત્ત, આ આંકડા સારા તો નથી જ. પરંતુ રાહતના સમાચાર પણ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાનાં 20,033 દર્દીઓ પણ સાજા પણ થયા. આ સમાચાર આશા જગાડે છે.

કોરોનાથી સાજા થવાનો દર 60.60% પર પહોંચી ગયો

હવે દેશમાં કોરોનાથી સાજા થતાં કુલ દર્દીઓની સંખ્યા 3.80 લાખ પર પહોંચી ગઈ છે. એટલે કે 6.26 લાખમાંથી 3.80 લાખ લોકો કોરોના મુક્ત થઈ ગયા છે. ભારતમાં કોરોનાથી સાજા થવાનો દર 60.60% પર પહોંચી ગયો છે. ભારતમાં હાલમાં 2.29 લાખ એક્ટિવ કેસ છે. દેશમાં સાજા થયેલા લોકોની સંખ્યા કરતા આ 1.50 લાખ ઓછા છે. દેશમાં શુક્રવારે કોરોના વાયરસના સંક્રમણના નવા 21,000 કેસ સામે આવ્યા છે અને તે સાથે જ ભારતમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 6,28,461 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કુલ 379 લોકોના મોત થયા છે અને કુલ મૃતકઆંક 18,241ને પાર કરી ગયો છે.

Corona

દેશમાં સૌથી વધારે ખરાબ સ્થિતિ એ મહારાષ્ટ્રની

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ પ્રમાણે ભારતમાં કોવિડ-19ના કારણે છેલ્લા 24 કલાકમાં 379 લોકોના મોત થયા છે અને એક જ દિવસમાં નવા 20,903 કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 6,28,461 થઈ હઈ છે જેમાં 2,29,413 કેસ પોઝિટિવ છે અને 3,80,741 દર્દીઓ સાજા થઈને ડિસ્ચાર્જ કે માઈગ્રેટેડ થયા છે. દેશમાં સૌથી વધારે ખરાબ સ્થિતિ એ મહારાષ્ટ્રની છે. મહારાષ્ટ્રમાં આક 1.86 લાખે પહોંચી ગયો છે.

મોટો ઘટાડો નોંધાયો

એક માત્ર તામિલનાડુમાં 98,392 કેસો પહોંચ્યા છે. દિલ્હીમાં પણ 92 હજાર કેસો છે. આ 3 રાજ્યોએ દેશની સ્થિતિ બગાડી દીધી છે. એક સમયે ગુજરાત સેકન્ડ નંબર પહોંચી ગયું હતું. જેમાં મોટો ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં 33, 999 કેસ છે. હવે માત્ર 7,511 કેસો સારવાર હેઠળ છે. મહારાષ્ટ્રમાં સરકારે 31મી જુલાઈ સુધી લોકડાઉનના સમયને વધારી દીધો છે. હાલમાં સરકાર માટે સૌથી મોટો પ્રશ્ન કોરોનાને મહારાષ્ટ્રમાં રોકવાનો છે. કોરોનાના જનક કરતાં દેશમાં 3 રાજ્યોમાં વધારે કેસ છે.

READ ALSO

Related posts

કોંગ્રેસ પાર્ટી મઝધારમાં ફસાઈ ગઈ છે, જનતાની વચ્ચે બનેલી આપણી છબીને સુધારવાની જરૂર

Pravin Makwana

દિયોદર પંથકમાં વરસ્યો વરસાદ, ખેતીપાકને પણ નવજીવન મળતા ખેડૂતોમાં હરખની હેલી

pratik shah

અમેરિકાના વિદેશ પ્રધાનના નિવેદનથી મધ્ય-પૂર્વના દેશોમાં અશાંતિની આશંકા, આ દેશ આપી રહ્યો છે આતંકવાદીઓને શરણ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!