પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા ફાઈટર પ્લેનોએ અમૃતસરમાં શક્તિ પ્રદર્શન કર્યું

પંજાબના અમૃતસરમાં થયેલા ધડાકા અંગે ખુલાસો કરવામાં આવ્યો છે. મોડી રાત્રે વાયુસેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા તૈયારી શરૂ કરવામાં આવી છે. અમૃતસરમાં મોડી રાત્રે કેટલાક ધડાકાના અવાજ સંભળાયા હતા. આ અવાજ પાછળ વાયુસેનાના ફાયટર વિમાન હતા.

વાયુસેનાના યુદ્ધ વિમાનોએ પંજાબ અને જમ્મુ કાશ્મીરના આકાશમાં શક્તિ પ્રદર્શન કર્યુ હતુ. વાયુસેનાના સુપરસોનિકે અમૃતસર બોર્ડર પરથી ઉડાન ભરી હતી. વાયુસેનાના આ શક્તિ પ્રદર્શન પાછળ પાકિસ્તાનને કોઈપણ પરિસ્થિતિમાં ભારત જડબાતોડ જવાબ આપવા સક્ષમ હોવાનો સંદેશ આપવાનો હતો. મહત્વપૂર્ણ છે કે, પુલવામા હુમલા બાદ વાયુસેનાના 12 મિરાજ વિમાને પીઓકેમાં એર સ્ટ્રાઈક કરી હતી. જેથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter