GSTV
Home » News » લડાકુ વિમાન તેજસનું ઉત્પાદન ત્રણ ગણુ વધારાશે, વર્ષે 18 વિમાન બનાવવાનો લક્ષ્યાંક

લડાકુ વિમાન તેજસનું ઉત્પાદન ત્રણ ગણુ વધારાશે, વર્ષે 18 વિમાન બનાવવાનો લક્ષ્યાંક

સંરક્ષણ પ્રધાન નિર્મલા સિતારમણે સ્પષ્ટ કર્યું છે કે જાહેર ક્ષેત્રની હિંદુસ્તાન એરોનેટિક્સ લિમિટેડે તેજસ લડાકુ વિમાનનું ઉત્પાદન વધારવું પડશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે સરકારે કોઈ અન્ય લડાકુ જેટને લઈને આ પરિયોજના છોડી નથી. જોકે એચએએલ વર્ષે લગભગ આઠ તેજસ વિમાનોનું ઉત્પાદન કરી રહી છે. સંરક્ષણ મંત્રાલય આ સિંગલ એન્જીન બહુ ભૂમિકાવાળા વિમાનનું ઉત્પાદન વધારીને 18 વિમાન વર્ષભરમાં તૈયાર કરવા ઈચ્છે છે. ભારતીય વાયુ સેના પાસે હાલ 31 લડાકુ વિમાનની છે. સંરક્ષણ પ્રધાન નિર્મલા સિતારમણનું આ નિવેદન સંરક્ષણ પ્રતિષ્ઠાનોના એ રિપોર્ટ દરમિયાન આવ્યું કે તેજસ વાયુસેનાની યુદ્ધ તૈયારીઓ માટે પર્યાપ્ત નથી. અને તેને કોઈપણ સંભવિત પડકારને પહોંચી વળવા તાત્કાલીક વિદેશી સિંગલ એન્જીનવાળા લડાકૂ વિમાનની વધુ જરૂર છે.

Related posts

મધુબાલાના જીવન પર બનવા જઈ રહી છે બાયોપિક, આ અભિનેત્રી નિભાવશે ભુમિકા

Arohi

મોટાભાગના ભારતીયોનું મૃત્યુ ડાયાબિટીસના કારણે થાય છે

Dharika Jansari

ચિલ્ડ્રન ડેના દિવસે ઋષિ કપૂરે સોશિયલ મીડિયા પર બાળપણનો ફોટો કર્યો શેર, લખ્યું ખાસ કેપ્શન

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!