GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

એર ચીફ માર્શલની તેજસમાં ભરી ઉડાન, ‘સ્કવૉડ્રન-18’માં સ્વદેશી ફાઈટર જેટને કરાયું શામેલ

ભારતીય વાયુસેનામાં સ્વદેશી ફાઈટર વિમાન ‘તેજસ’ને શામેલ કરી એર ચીફ માર્શલે ‘સ્કવૉડ્રન-18’ સક્રિય કરી, વાયુસેનાધ્યક્ષ એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયાએ આજે વાયુસેનાની સ્કવૉડ્રન નંબર ૧૮ને કોઈમ્બતુર પાસે આવેલા સુલુર એરબેઝ ખાતે ઓપરેશનલાઈઝ એટલે કે સક્રિય કરી હતી.

સ્વદેશી વિમાન તેજસ હોય એવી આ બીજી સ્કવૉડ્રન બની

સ્કવૉડ્રન ઓપરેશનલ કરવાની વિધિ વખતે ભારતમાં બનેલું ફાઈટર વિમાન ‘તેજસ માર્ક-૧’ પણ તેમાં શામેલ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાળિયેર વધેરીને શુભ શરૂઆત કરવામાં આવી હતી. વાયુસેનાધ્યક્ષે આ કામગીરી પહેલા સિંગલ સિટર વિમાન લાઈટ કોમ્બેક્ટ એરક્રાફ્ટ તેજસની ટૂંકી ઉડાન (શોર્ટી) પણ ભરી હતી. સ્વદેશી વિમાન તેજસ હોય એવી આ બીજી સ્કવૉડ્રન બની છે. આ પહેલા સ્કવૉડ્રન ૪૫માં પણ એલસીએ તેજસનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

ફાઈટર વિમાન ‘તેજસ’ને શામેલ કરી એર ચીફ માર્શલે ‘સ્કવૉડ્રન-18’ સક્રિય કરી

સ્કવૉડ્રન 18ની રચના છેક 1965માં થઈ હતી. ત્યારે તેમાં બ્રિટિશ બનાવટના નેટ વિમાનો શામેલ કરાયા હતા. ૧૯૭૧ના યુદ્ધ વખતે આ સ્કવૉડ્રને નિર્ણાયક રોલ ભજવ્યો હતો. એટલું જ નહીં એ વખતે સ્કવૉડ્રનના ફ્લાઈંગ ઓફિસર નિર્મલ જિસ સેંખોંને અસાધારણ કામગીરી બદલ મરણોપરાંત ભારતનું સર્વોચ્ચ મલિટિરી સન્માન પરમવીર ચક્ર પણ એનાયત કરવામાં આવ્યું હતું. એપ્રિલ 2016માં વિખેરાયા પછી આ સ્કવૉડ્રનની ૨૦૨૦ના એપ્રિલ માસમાં પુનઃરચના કરવામાં આવી હતી. એ પછી આજે તેને સક્રિય કરી દેવાઈ હતી.

એર ચીફ માર્શલની તેજસમાં ઉડાન

હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ)ના મેનેજિંગ ડિરેક્ટરે આ પ્રસંગે વિમાનના દસ્તાવેજો એર ચીફ માર્શલને એનાયત કર્યા હતા. એર ચીફ માર્શલે વળી વિમાનની પ્રતિકાત્મક ચાવી સ્કવૉડ્રનના કમાન્ડિંગ ઑફિસર ગૂ્રપ કેપ્ટન મનીષ તોલાનીને આપી હતી. આગામી દિવસોમાં સ્કવૉડ્રનમાં કુલ ૨૦ તેજસ શામેલ કરાશે. આ તકે એર ચીફ માર્શલ ભદૌરિયાએે જણાવ્યું હતું કે દેશની સંરક્ષણ જરૂરિયા પ્રમાણેના શસ્ત્ર-સામગ્રી બનાવવા માટે ખાનગી ઉદ્યોગોએ આગળ આવવું જ રહ્યું. આ વિમાન ચોથી પેઢીનું એટલે કે અત્યારે જગતમાં વપરાતા મોટા ભાગના વિમાનો જેટલું જ આધુનિક છે. એટલું જ નહીં નામ પ્રમાણે લાઈટ એટલે કે વજનમાં હળવું છે અને કદમાં નાનું છે, જેથી આકાશમાં ઉડયા પછી એ વધારે સજ્જતાપૂર્વક કામગીરી કરી શકે છે. માર્ક-૧નો અર્થ એવો થાય કે તેજસના શરૂઆતી વર્ઝન કરતાં આ વર્ઝન વધારે એડવાન્સ છે, તેમાં કમ્યુનિકેશન ટેકનોલોજી, શસ્ત્ર-સરંજામ, હવામાં જ બળતણ ભરવાની સુવિધા વગેરેનો સમાવેશ થાય છે. એર ચીફ માર્શલે પોતે જ વિમાન ઉડાવ્યું હોવાથી ભારતમાં બનેલા આ વિમાનમાં વિશ્વનો વિશ્વાસ વધશે. મલેશિયા સહિતના ઘણા દેશો ભારતના આ વિમાનો ખરીદવામાં શરૂઆતથી જ રસ દેખાડી ચૂક્યા છે.

ભારતીય વાયુ સેનાના વડા એર ચીફ માર્શલ રાકેશ કુમાર સિંઘ ભદૌરિયાએ ‘તેજસ’ નામના સિંગલ-સીટર હળવા લડાયક વિમાનમાં બેસીને કોઈમ્બતુરની નજીક આવેલા સુલુરુ એર ફોર્સ સ્ટેશનથી ઉડાન ભરી હતી. તેજસને એરોનોટિક્સ ડેવલપમેન્ટ એજન્સી અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લીમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. એર ચીફ માર્શલ ભદૌરિયા તેજસ જેટને તૈયાર કરનારી ટીમની સાથે કામ કરી ચૂક્યા છે. સ્વદેશી જેટ તેજસ એ ભારતીય વાયુ સેનાની ૪૫ સ્ક્વોડ્રનનો એક ભાગ છે. ભારતીય વાયુ સેનાની ૧૮ સ્ક્વોડ્રનની ઓપરેશનલ કામગીરી સંદર્ભે ચીફ વાયુસેનાના વડા સુલુર પહોંચ્યા હતા. જેનું કોડ નામ ‘ફ્લાઈંગ બુલેટ્સ’ છે. તે તેજસ જેટ ઉડાડનારી ભારતીય વાયુ સેનાની બીજી સ્ક્વોડ્રન બનશે.

READ ALSO

Related posts

મોદી સરકારે આ યોજનાને વધુ 5 મહિના લંબાવવાની આપી મંજૂરી, 81 કરોડ લોકોને મળશે મફત અનાજ

Pravin Makwana

ભગવાન રામનું આ પવિત્ર શહેર થશે નોન વેજ અને દારૂના વેચાણથી મુક્ત, યોગી સરકાર લગાવશે પ્રતિબંધ

Pravin Makwana

અમદાવાદ મનપાની માથે બોપલ ડમ્પિંગ સાઈટ દુર કરવાની આવી જવાબદારી, પીરાણાનો પ્રશ્ન યથાવત, રહીશોમાં રોષ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!