GSTV
Gujarat Government Advertisement

વરરાજાની દબંગગીરી : દહેજમાં AC ન આપતા ભડાકા કર્યા

Last Updated on May 13, 2018 by Arohi

દહેજને લઇને થઇ રહેલા અત્યાચાર થોભવાનું નામ નથી લઇ રહ્યા. હાલની જ એક તાજી ઘટના પીન્તો પાર્કની છે જ્યાં એક આર્મી દુલ્હાએ દહેજ માટે થઇને ખૂબ બબાલ કરી. 15 લાખનું દહેજ અને સોના ચાંદીના દાગીના આપ્યા બાદ પણ દુલ્હાએ 5 લાખ અને એસીની માંગણી કરીને ફેરા ફરવા માટેની ના પડી દીધી હતી.

આટલું જ નહીં દુલ્હન પક્ષ દ્વારા આ વાતનો વિરોધ કરતા દુલ્હા અને તેના પરિવારે દુલ્હન અને તેના પરિવાર સાથે મારપીટ અને ડરાવવા માટે હવામાં ફાયરીંગ પણ કરી હતી. હકીકતમાં ગોરમી ભીંડ નિવાસી વરરાજા સુમિત શિવહરે જાન લઇને પિંટો પાર્ક એરિયામાં સ્થિત દ્વારિકા વાટી આવ્યો હતો. સુમિત મેડિકલ કોરમાં અમૃતસર આર્મીમાં ફરજ બજાવે છે. વધુ પક્ષે વર પક્ષને નક્કી કરેલ મુજબ 15 લાખ રૂપિયા અને દાગીના ફેરા વખતે આપી દીધા હતા.

પરંતુ આ પછી પણ વર પક્ષ દ્વારા વધુ 5 લાખ અને એસીની માંગણી કરવામાં આવી. વધૂ પક્ષે આ માટે અસમર્થતા દર્શાવતા દુલ્હા અને તેના પરિવારે દુલ્હન અને તેના પરિવાર સાથે મારપીટ કરી.

આ ઝગડામાં દુલ્હન ધાયલ થઇને બેભાન થઇ ગઈ તેને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી. ઘટનાની જાન થતા ઘટના સ્થળે પોલિસ પહોંચી ગઈ હતી. ફરિયાદ કરતા વરરાજા અને તેનો પરિવાર પોલિસ કસ્ટડીમાં છે. પોલિસે વધુ તપાસ હાથ ધરી છે.

Gujarat Government Advertisement

Related posts

ના હોય! / આ શખ્સે સર્જ્યો રેકોર્ડ, 43 વખત કોરોના પોઝિટિવ આવતા વૈજ્ઞાનિકોએ શરૂ કર્યું રિસર્ચ

Dhruv Brahmbhatt

રબ ને બના દી જોડી: પતિ કરતા ‘થોડી’ વધુ ઊંચી છે પત્ની તો બની ગયો વર્લ્ડ રેકોર્ડ

Pritesh Mehta

ના હોય! આ છે ભારતના 5 સૌથી ધનાઢ્ય મંદિરો, વિચારી પણ નહીં શકો એટલા કરોડોનું આવે છે દાન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!