સોશિયલ મીડિયામાં ક્યારે શું વાયરલ થઇ જાય તે કોઈને ખબર નથી હોતી. એવામાં તાજેતરમાં ઇન્ટરનેટ પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક ખાનગી સુરક્ષા ગાર્ડ અને એક યુવતી વચ્ચે મારામારી થઇ રહી છે. આ વિડીયો રાજસ્થાનના જોધપુરનો છે. વીડિયોમાં એક સામાન્ય યુવતી ખડતલ દેખાતા સુરક્ષા ગાર્ડ પર ભારે પડતી જોઈ શકાય છે.

ઘટના જોધપુરના બનાડ વિસ્તારની છે જ્યાં ગાર્ડ અને એક સ્કૂટી સવાર યુવતી વચ્ચે પહેલા સામાન્ય બોલાચાલી થાય છે અને બાદમાં મારામારી થાય છે. વિડીયો શિકારગઢ આવાસ કોલોનીનો હોવાનું મનાય છે.

વીડિયોમાં ગાર્ડન હાથમાં ચપ્પલ જોઈ શકાય છે તો મહિલાના હાથમાં હેલ્મેટ છે જેના વડે બંને એક બીજાને જોરદાર ફાટક મારી રહ્યા છે આ દરમ્યાન ભારે ગાળાગાળી પણ થાય છે.

શહેરમાં વિડીયો વાયરલ થયા બાદ સ્થાનિક પોલીસ પાસે પહોંચ્યો હતો. ત્યારબાદ બનાડ પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટરને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા અને વિડીયો અંગે પૂછપરછ કરવામાં આવી હતી. જોકે બંને પક્ષો દ્વારા અત્યારસુધીમાં તો કોઈ ફરિયાદ નોંધાવવામાં નથી આવી.

પોલીસે વિડીયો વાયરલ થયા બાદ પોતાના તરફથી પહેલ કરીને વીડિયોની તપાસ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ડીસીપીના જણાવ્યા અનુસાર વીડિયોમાં જોવા મળતી યુવતી ચિત્તોડગઢની છે અને તે જોધપુરમાં ભાડાના મકાનમાં રહે છે.

માહિતી મુજબ, યુવતીએ લાંબા સમયથી ભાડું નહોતું આપ્યું અને વીજળીનું બિલ પણ નહોતું ભર્યું. કોઈ પુરુષ સાથે યુવતીના કોલોનીમાં આવતા ગાર્ડે વાંધો ઉઠાવ્યો હતો અને તેને ટોકી હતી. ત્યારબાદ બંને વચ્ચે છૂટાહાથની મારામારી થઇ હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- માદરે વતન / છેલ્લા એક મહિનામાં ગુજરાતના 355 જેટલા માછીમારોને પાકિસ્તાન જેલમાંથી મળી આઝાદી
- તારીખ 7-6-2023, જાણો બુધવારનું પંચાંગ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ “હું હજી જીવું છું, મને પાણી આપો”, મૃતદેહોના ઢગલામાંથી અવાજ આવ્યો અને સૌ ચોંકી ગયા
- પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ
- જુનાગઢ / બિપરજોય વાવાઝોડાના પગલે માંગરોળમાં દરીયા કિનારે લગાવાયું બે નંબરનું સિગ્નલ