રાજસ્થાનના જોધપુરમાંથી એક એવો મામલો સામે આવ્યો છે, જેને સાંભળીને સૌ કોઈ દંગ રહી જાય છે. હકીકતમાં શહેરમાં બે મહિલાઓ વચ્ચે ડોગીના 42 બચ્ચાને લઈને લડાઈ થઈ ગઈ છે. જેમાં એક મહિલાએ બીજી મહિલા પર આરોપ લગાવ્યો છે કે, તે કુતરાને 42 બચ્ચાને જબરદસ્તી લઈ જઈ રહી હતી. તો વળી બીજી મહિલાએ પણ પોતાના પક્ષ રજૂ કર્યો હતો. જો કે, બાદમાં આ આખોય મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો હતો. હાલમાં આ મામલે તપાસ ચાલી રહી છે.
કુતરાના 42 બચ્ચાને લઈને શહેરમાં આ પ્રકારની જંગ થતાં શહેરીજનો પણ વિચારમાં પડી ગયા છે. આ મામલામાં એક પક્ષમાં રાતાનાડા વિસ્તારમાં સેન્ટ્રલ સ્કૂલ સ્કીમ વિસ્તારમાં રહેતી સંગીતા સુરાણા છે. તેનો આરોપ છે કે, એક મહિલા ડોગીના 42 બચ્ચા જબરદસ્તી લઈ જઈ રહી છે. તો વળી જોધપુરના સેક્ટર 7માં રહેતી રીમા મૈસીનું કહેવુ છે કે, તેણે ડોગીના આ 42 બચ્ચાનો જીવ બચાવ્યો છે. તેને નગર નિગમના વાડામાંથી છોડાવ્યા છે.


સંગીતાએ દ પીપલ સંસ્થાને જણાવ્યુ હતું કે, અમુક લોકો આવ્યા અને તેના ઘરેથી ડોગીના 42 બચ્ચા જબરદસ્તી પોતાની સાથે લઈ ગયા હતા. તેથી આ બચ્ચા તેને પાછા આપવામાં આવે. જેના પર સંસ્થાના સંસ્થાપક મંજૂ સુરાણાએ રતાનાડા પોલીસ સ્ટેશનમા ફરિયાદ પણ નોંધાવી છે. સંગીતાનું કહેવુ છે કે, જ્યાં સુધી આ ડોગીના બચ્ચા તેને પાછા નહીં મળે ત્યાં સુધી તે અન્ન એકેય દાણો નહીં લે.
READ ALSO
- બનાસકાંઠા/ પાલનપુરના વીજ કર્મીઓ વિરોધ પ્રદર્શન પર ઉતર્યા, કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો
- BB 14: સોનાલી ફોગાટે આપી ધમકી, ભડક્યો સલમાન, કહ્યું ‘કયાં કર લેગી આપ?’
- મોદી સરકારે PMKVY નું ત્રીજુ ફેઝ કર્યુ લોન્ચ, 8 લાખ યુવાનોને મળશે ટ્રેનિંગ, અહીંયા જાણો રજિસ્ટ્રેશનની સંપૂર્ણ પ્રોસેસ
- દિલ્હી RML હોસ્પિટલના રેસિડન્ટ ડૉક્ટર્સે કર્યો કોવૈક્સિન લગાવવાનો ઈન્કાર, કરી કોવિશીલ્ડ વેક્સિનની માંગ
- વડોદરા/ સયાજી હોસ્પિટલમાં વિધાનસભાના અધ્યક્ષે શરૂ કરાવ્યું રસીકરણ અભિયાન, જિલ્લામાં અન્ય 10 સ્થળે શરૂઆત