સમગ્ર ગુજરાતમાં કોરોનનને કારણે લોકડાઉન છે ત્યારે ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પબ્લિક અને પેસેન્જર માટે સંપૂર્ણ બંધ કરાઈ છે.ચાલતા કે ગાડી કે કાર મારફતે પબ્લિક ને જવા પર પ્રતિબંધ મુકાયો છે આ અંગેની માહિતી જિલ્લા કલેક્ટરે ટ્વીટ કરી આપી હતી. દેશમાં લોકડાઉનનો ચોથો દિવસ છે..જોકે કોરોનાથી મૃત્યુઆંકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે અને દેશમાં કુલ મૃત્યુઆંક 20 થયો છે. સમગ્ર દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 904ને પાર થઈ છે. અને 70થી વધુ દર્દીઓ સાજા પણ થયા છે એટલે હજુ 792 દર્દીઓ છે. જેમની દેશની વિવિધ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના 156, કર્ણાટકમાં 64, તેલંગાણાના 59, રાજસ્થાનમાં 50, યુપીમાં 49, ગુજરાતમાં 47 કેસ નોંધાયા છે. જ્યારે દિલ્હીમાં 40, તમિલનાડુ અને પંજાબમાં 38, હરિયાણામાં 33, મધ્યપ્રદેશમાં 30, જમ્મુ કાશ્મીરમાં 18 કેસ દાખલ છે. આ ઉપરાંત લદાખમાં 13, આંધ્રપ્રદેશમાં 12, બંગાળમાં 10 કેસ નોંધાયા છે.
ગુજરાત -મહારાષ્ટ્ર બોર્ડર (સરહદ) પબ્લીક પેસેનજર માટે સંપૂર્ણ બંધ કરી છે માટે કોઈ લોકોએ ચાલતા રસ્તે કે ગાડી-કાર મારફતે જવુ નહી #Valsad #FightAgainstCoronavirus @CKharsan @InfoValsadGoG @pkumarias @PatkarRamanlal pic.twitter.com/EjAseiuf4s
— Collector Valsad (@collectorvalsad) March 28, 2020
કેરલમાં વધુ એક મોત
કોરોના વાયરસના કારણે કેરલમાં એક દિવસમાં 39 કેસ સામે આવ્યા છે. જેમાં કાસરગોડ જિલ્લામાં 34 નવા કેસ આવ્યા છે. જ્યારે ત્રિસુર અને કોઝિકુડમાં એક એક જ્યારે કાસરગોડમાં 2 નવા મામલા સામે આવ્યા છે. આમ આવી રીતે રાજ્યમાં કોરોના પીડિતની સંખ્યા 164 થઈ છે. જે વચ્ચે રાજ્યમાં કોરોના દર્દીનું પ્રથમ મૃત્યુ થયુ છે. ઉલ્લેખનીય છે કે, કેરલ રાજ્યમાં 1 લાખથી પણ વધારે લોકોને પોતાના ઘરમાં ક્વારન્ટાઈન કરાઈ રહ્યા છે. જે વચ્ચે આજે એક વ્યક્તિનું મોત થતા સરકારની ચિંતામાં વધારો થયો છે.

ન્યૂયોર્કમાં સૌથી ખરાબ સ્થિતિ
ન્યૂયોર્ક ઈતિહાસની સૌથી જોખમી મહામારી સામે લડી રહ્યું છે.એક જ દિવસમાં કોરોના વાઈરસના કારણે 85 લોકોના મોત થયા છે. અત્યાર સુધી ન્યૂયોર્કમાં 40 હજાર લોકો પોઝિટિવ નોંધાયા છે. સ્થિતિ એટલી ખરાબ છે કે સ્થાનિક પ્રશાસને સેના બોલાવવી પડી છે. 100થી વધારે અબજપતિઓ વાળા આ શહેરમાં દર્દીઓની સંખ્યા એટલી વધી ગઈ છે કે હોસ્પિટલમાં બેડ ઓછા પડવા લાગ્યા છે. પૂરતા વેન્ટિલેટર પણ નથી. અમુક હોસ્પિટલોમાં તો એક વેન્ટિલેટર પર બે લોકોને રાખવામાં આવે છે. આગામી સમયમાં સ્થિતિ વધારે ગંભીર થવાની છે. આ જ કારણથી ફૂડ અને ડ્રગ્સ પ્રશાસને ઈમરજન્સીની સ્થિતિમાં ઉપયોગમાં લેવાતા સાધનો વેસ્પરને કોરોના દર્દીઓ માટે વાપરવાના શરૂ કર્યા છે. આ સાધનની મદદથી એક વેન્ટિલેટર પર ચાર દર્દીઓ શ્વાસ લઈ શકે છે.